ભરૂચ શહેરમાં હાલમાં વરસી રહેલ ભારે વરસાદને પગલે શહેરની તમામ શાળાઓમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા ડીઈઓ કચેરીનો આદેશ કરવામાં આવ્યો છે.વધુમાં ભરૂચ શહેર સિવાયના વિસ્તારોમાં સ્થાનિક વરસાદની પરિસ્થિતિ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા ચાલુ રાખવી કે રજા જાહેર કરવી તે અંગે આચાર્યોને નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે.ભારે વરસાદની પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લા શિક્ષણ અધિકારી (ડીઈઓ) કચેરી દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. આ સૂચના મુજબ ભરૂચ શહેરની તમામ શાળાઓમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.જ્યારે ભરૂચ શહેર સિવાયના અન્ય વિસ્તારોમાં સંબંધિત શાળાના આચાર્યોને પોતાના વિસ્તારની વરસાદી પરિસ્થિતિ, રસ્તાઓની સ્થિતિ તેમજ વિદ્યાર્થીઓ જ્યાંથી શાળાએ આવે છે તે વિસ્તારની સુરક્ષાનો અભ્યાસ કરીને શાળા ચાલુ રાખવી કે રજા જાહેર કરવી તે અંગે યોગ્ય નિર્ણય લેવા જણાવાયું છે.ડીઈઓ કચેરીએ તમામ શાળાઓને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અને કોઈપણ પ્રકારનું જોખમ ન થાય તેની ખાસ કાળજી રાખવા સૂચના આપી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









