વાગરાના ગલેન્ડા ગામની મુનિરા “ચલો સંસદ” કૂચમાં સહભાગી થવા દિલ્હી પહોંચી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરાના ગલેન્ડા ગામની મુનિરા કાઝીએ “ચલો સંસદ” કૂચમાં સહભાગી થવા દિલ્હી પહોંચી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તાસભર સુધારા અને વિદ્યાર્થીઓના હિતના મુદ્દે દેશવ્યાપી આંદોલનમાં જોડાવવા સમગ્ર દેશમાંથી લોકો દિલ્હી પહોંચી રહ્યા હતા.ત્યારે ગુજરાતમાંથી પણ ઘણા લોકો દિલ્હી તરફ રવાના થયા હતા.જેમાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગલેન્ડા ગામની મુનિરા કાઝી દિલ્હી પહોંચી હતી.સોશિયલ મીડિયા ઇનફલ્યુએન્સર મુનિરા કાઝીએ ભરૂચ રેલવે સ્ટેશન પરથી દિલ્હી જતી વખતે એક વિડિઓ પણ બનાવ્યો હતો.જેનો હેતુ આ ચળવળ ને વધારે પ્રતિસાદ મળે તે માટેનો હતો.જે સોશિયલ મીડિયા માં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.વાગરાના ગલેન્ડા ગામની મુનિરા નવી દિલ્હીના જંતર-મંતર ખાતે શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે ચાલી રહેલા દેશવ્યાપી આંદોલનમાં સહભાગી થવા માટે દિલ્હી પહોંચી ગઈ છે.શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તાસભર સુધારા, વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ તેમજ શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી પરિવર્તન લાવવાની માંગ સાથે યોજાયેલા આ આંદોલનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો જોડાઈ રહ્યા છે.

આ સંદર્ભે ગલેન્ડા ગામની મુનિરાએ પણ પોતાની હાજરી નોંધાવી આંદોલનને સમર્થન આપ્યું હતું.દિલ્હી ખાતે આંદોલનમાં સહભાગી થવા માટે ભરૂચ જિલ્લામાંથી મુનિરા કાઝી ઉપરાંત સામાજિક કાર્યકર ઈમ્તિયાઝ પટેલ,પત્રકાર ગૌતમ ડોડીયા તેમજ ઝઘડિયા ના નીતિન વસાવા દિલ્હી પહોંચ્યા હોવાની માહિતી સાંપડી છે.ભરૂચ થી દિલ્હી પહોંચેલા એક્ટિવિસ્ટો એ જણાવ્યું હતું કે શિક્ષણ એ દેશના ભવિષ્યનો આધારસ્તંભ છે અને તેમાં સુધારો સમયની જરૂરિયાત છે. આંદોલન દ્વારા સરકાર સુધી શિક્ષણ ક્ષેત્રની વાસ્તવિક સમસ્યાઓ પહોંચે અને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે દેશની મુખ્ય પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓના વિરોધમાં સોમવારે નવી દિલ્હીમાં સંસદ ભવન તરફ કૂચ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પ્રદર્શનકારીઓ પરીક્ષાઓમાં પેપર લીક અને ટેકનિકલ ખામીઓ જેવી ગેરરીતિઓની જવાબદારી સ્વીકારીને કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે.આ વિરોધ પ્રદર્શન પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વધુ ઉગ્ર બન્યું છે. યુવાનો અને રોજગારીના મુદ્દે વિરોધ કરી રહેલા વાંગચુકના ૨૦ દિવસના ઉપવાસનો તબિયત લથડવાના કારણે અચાનક અંત આવ્યો હતો. આ આંદોલનને સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) આંદોલનનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે. વર્ષ ૨૦૨૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ,યુવા બેરોજગારી અને શિક્ષણ પ્રણાલી સામેનો આ વિરોધ સરકાર માટે સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ પેપર લીક થવાના કારણે રદ થયેલી તબીબી પ્રવેશ પરીક્ષા (NEET) ૨૨ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ચુસ્ત સુરક્ષા વચ્ચે ફરીથી આપવી પડી હતી.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!