વાગરાના દહેજ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રૂ.૨૧૫૩ કરોડના ડ્રગ્સનો નાશ કરાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના દહેજ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રૂ.૨૧૫૩ કરોડના ડ્રગ્સનો નાશ કરાયો હતો.

ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા પોલીસની સાથે સામાજિક સંસ્થાઓ અને નાગરિકો પણ ભાગીદાર બને તેવી અપીલ નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી.વધુમાં તેઓએ ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા ગુનેગારો સામે કાયદાકીય શિકંજો વધુ મજબૂત કરાશે નો હુંકાર કર્યો હતો.આ તબક્કે તપાસ અધિકારીઓના માર્ગદર્શન માટે તૈયાર કરાયેલી ‘NDPS હેન્ડબુક’નું વિમોચન નાયબ મુખ્યમંત્રી એ કર્યુ હતું. રાજ્ય સરકારની ‘રિવૉર્ડ પૉલિસી’ હેઠળ ડ્રગ્સ સામે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૨૭૮ પોલીસ જવાનોનું ₹ ૫૯.૪૨ લાખના ઇનામ સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

‘નશા-મુક્ત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભરૂચના દહેજ ખાતે ‘એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ’ દ્વારા આયોજિત ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સરકાર ની ‘ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા’ અને ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અંતર્ગત વૈજ્ઞાનિક પદ્ધતિથી નાર્કોટિક્સ જથ્થાનો બિનહાનિકારક નાશ કરવામાં આવ્યો હતો.દહેજ ખાતેથી નાયબ મુખ્યમંત્રીએ લાકડીયા (ભચાઉ) ખાતે યોજાયેલા નાર્કોટિક્સ જથ્થાના નાશ કાર્યક્રમનો પણ ઓનલાઇન પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં રાજ્યના ૨૪ એકમો દ્વારા કુલ ૮૬૭ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ રૂ.૨૧૫૩ કરોડની કિંમતનો નાર્કોટિક્સ જથ્થો (૧૩,૨૪૯.૧૨૭ કિલોગ્રામ ડ્રગ્સ અને ૫,૭૧,૦૨૮ બોટલો) નાશ કરવામાં આવ્યો હતો.સદર કાર્યવાહીમાં ભરૂચ, નર્મદા, સુરત ગ્રામ્ય, સુરત શહેર, નવસારી, તાપી-વ્યારા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ડાંગ-આહવા, વલસાડ, વડોદરા ગ્રામ્ય, વડોદરા શહેર, આણંદ, ખેડા-નડિયાદ, પશ્ચિમ રેલવે (વડોદરા અને અમદાવાદ), અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા સહિત સી.આઈ.ડી. ક્રાઇમ (CID Crime) અને એ.ટી.એસ. (ATS) ની ટીમની કામગીરી આવરી લેવાઈ હતી. GACL કંપનીખાતે NDPS હેન્ડબુકના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત પોલીસની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા તૈયાર કરાયેલી આ હેન્ડબુકનો મુખ્ય હેતુ તપાસ અધિકારીઓને સુદ્રઢ માર્ગદર્શન પૂરું પાડવાનો અને કાયદાનું કડક અમલીકરણ કરવાનો છે.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકો અને સામાજિક સંસ્થાઓને અપીલ કરતા કહ્યું કે, પોલીસની કડક કાર્યવાહીની સાથે સાથે જ્યારે સમગ્ર સમાજ અને નાગરિકો આ લડતમાં જોડાશે, ત્યારે જ ‘ડ્રગ્સ મુક્ત ગુજરાત’નો સંકલ્પ સંપૂર્ણપણે સાકાર થશે.

રાજ્ય સરકારની ‘ ડ્રગ્સ રિવૉર્ડ પૉલિસી’ હેઠળ, જુદા જુદા ૨૧ મોટા કેસોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૨૭૮ પોલીસ જવાનોને ₹૫૯.૪૨ લાખની ઇનામી રકમ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ડ્રગ્સ સંબંધિત કેસોમાં કન્વિક્શન રેશિયો ૬૫% ની આસપાસ છે, જે કાયદાકીય મજબૂતાઈ દર્શાવે છે. આગામી દિવસોમાં ડ્રગ્સના નેટવર્ક સાથે જોડાયેલા લોકો સામે કોઈ પણ કાયદાકીય છટકબારી ન રહે તે રીતે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!