વાગરા પોલીસના ભોપાભાઈ અને સુરેશભાઈને મળેલ બાતમી ના આધારે મુલેર ગામની ચોકડી ઉપર વોચ ગોઠવી હતી.ગંધાર તરફથી આવતા સ્પ્લેન્ડર ચાલક ને અટકાવી તેની તલાશી લીધી હતી.તલાશી દરમિયાન તેમની પાસે થી એસ.એસ ના વાલ્વ બે નંગ તેમજ બે એલબો મળી આવ્યા હતા.જે અંગે પોલીસે આધાર પુરાવા માંગતા તેઓ આપી શક્યા નહતા.જેની વધુ પૂછપરછ કરતા સદર વાલ્વ ઓ.એન.જી.સી ના ડી.ટી.વાય.એસ ગંધાર માંથી લઈ નજીક ની બાવળી માં સંતાડી દીધા હતા.અને તેને લઈ વેચવા જતા હતા.વાગરા પોલીસે સ્પ્લેન્ડર નંબર જી.જે ૧૬ સી.કે ૩૫૮૮ અને ૮૦ કિલો ગ્રામ સ્ટીલ મળી કુલ ૪૦૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.જ્યારે મુલેર ગામના અશોક મોતીભાઈ દેવીપૂજક અને ખોડા ભીખા દેવીપૂજક અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









