સાયખાની હેમાની કંપની ના પ્રદુષણ મુદ્દે સારણના ગ્રામજનોનું મામલતદાર ને આવેદન,વળતર આપો અન્યથા કંપની બંધ કરો…!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરાના સારણ ગામના ગ્રામજનોએ સરપંચના લેટરપેડ પર હેમાની કંપની ના પ્રદુષણ મુદ્દે મામલતદાર તેમજ કંપનીના મેનેજર ને આવેદન પાઠવી પ્રદુષણ અટકાવવા સાથે ખેડૂતોને કંપની ના પ્રદુષણ થકી થયેલ નુક્શાનીનું વળતર મેળવવા માંગ કરવામાં આવી છે. હેમાની કંપની લી.ના મેનેજર તેમજ વાગરા મામલતદારને સંબોધિત આવેદનમાં કંપની દ્રારા છોડવામાં આવતા કેમીકલ્સ થી ખેતપાકોને થતા વ્યાપક નુકશાન સંદર્ભે રજુઆત કરવામાં આવી છે.

વધુમાં સારણ ગામના રહીશો દ્વારા હાલમાં ખેતીની જમીનમાં કપાસ, તુવેર, મગ, મઠ તથા લીમડો, સમડી વિગેરે જેવા વૃક્ષો સદર કંપની દ્રારા છોડવામાં આવતા કેમીકલ્સથી સુકાઇ જતા હોય છે.જેથી ખેડૂતોને ભયંકર નુકશાન થાય છે.આ બાબતે તાત્કાલીક ધોરણે કંપની દ્વારા પ્રદુષિત કેમીકલ્સ છોડવાનું બંધ કરવાની માંગ કરાઈ છે. સાથે જ સમસ્યા ના નિરાકરણ બાબતે કંપની તરફથી વિલંબ કરવામાં આવશે તો ના છુટકે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવા ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

વધુમાં ધરતીપુત્રો ને થયેલ નુકશાનનું સર્વે કરી તાત્કાલીક વળતર ચુકવા અરજ કરવામાં આવી છે.નોંધપાત્ર છે કે ગામના અગ્રણી નાગરિક દ્વારા કંપની બંધ કરી દો તેવી પણ માંગણી ઉચ્ચારવામા આવી હતી.જેને પગલે કંપની વર્તુળોમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.

 

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!