દહેજ ની SRF કંપનીમાંથી કાળા રંગના શંકાસ્પદ પાણીના નિકાલની બુમ, GPCB એ સ્થળ પરથી સેમ્પલ લીધા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દહેજ GIDC વિસ્તારમાં આવેલી SRF કંપની ફરી એકવાર પ્રદૂષણના મુદ્દે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કંપની નજીકથી પસાર થતા નાળામાં કાળા રંગનું શંકાસ્પદ પાણી બહાર છોડવામાં આવી રહ્યું છે. ઘટનાની માહિતી મળતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.

અને સ્થળનું નિરીક્ષણ કરીને પાણીના સેમ્પલ લીધા હતા. નાળામાં વહેતું પાણી સામાન્ય પાણી કરતાં સંપૂર્ણપણે અલગ અને કાળા રંગનું દેખાઈ રહ્યું હતુ.ઘટનાને લઈને આસપાસ ના સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. દહેજ ઔદ્યોગિક વિસ્તાર હોવાથી લાંબા સમયથી પ્રદૂષણ સંબંધિત અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.સ્થાનિક લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો કંપની પાસે ઇફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) અને પર્યાવરણ સંબંધી જરૂરી સુવિધાઓ કાર્યરત છે, તો પછી આ પ્રકારનું કાળા રંગનું પાણી બહાર કેવી રીતે જોવા મળી રહ્યું છે?

શું પાણીને યોગ્ય રીતે શુદ્ધ કર્યા વિના જ બહાર છોડવામાં આવી રહ્યું છે?સ્થાનિક લોકોનું કહેવું છે કે વિકાસના નામે લોકોના આરોગ્ય અને પર્યાવરણ સાથે કોઈપણ પ્રકારના ચેડા સ્વીકાર્ય નથી. ઉદ્યોગો રાજ્ય અને દેશના વિકાસ માટે જરૂરી છે, પરંતુ પર્યાવરણના નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. સ્થાનિક લોકોની માંગણીઓ છેકે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે,આસપાસના પાણી, જમીન અને પર્યાવરણની ગુણવત્તાની તપાસ કરવામાં આવે.

ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સતત મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવે.હાલ તો દહેજ પંથકના જાગૃત નાગરિકો ની નજર GPCBના રિપોર્ટ પર નજર મંડાઈ છે.સ્થાનિક લોકોમાં એવી પણ માંગ ઉઠી રહી છે કે જો કંપની દ્વારા કોઈપણ પ્રકારનું પર્યાવરણ પ્રદૂષણ કરવામાં આવ્યું હોવાનું સાબિત થાય, કાર્યવાહી માત્ર નોટીશ પૂરતી સીમિત ન રહે પરંતુ જવાબદાર લોકો સામે કડક પગલાં ભરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવે તેવી માંગ પણ પંથકમાંથી બુલંદ થઈ છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!