વાગરા ના પહાજ ગામે ટ્રેલરના પાછળના ટાયર પાસે છાંયડામાં બેઠેલા કેપી ગ્રુપના કામદાર નું ચગદાઈ જવાથી મોત નીપજ્યું હતું.આ અંગે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગફલતભરી રીતે ટ્રેલર હંકારી શ્રમિકનું મોત નિપજાવવા અંગે ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે મળતી વિગતો અનુસાર કે.પી ગૃપ કંપનીનુ પહાજ ગામની સીમમા પવન ચક્કીનુ કામ ચાલુ હોઇ ત્યાં લીફ્ટનુ કામ કરવાનુ હોવાથી ચંદન શંકર રાવ માપલે તથા રવિ રાઠોડ તથા પ્રશાંત સગર સાથે કે.પી. ગૃપની બોલેરો ગાડી લઈને તેના ડ્રાઇવર સમીર મકવાણાની સાથે વાગરા થી પહાજ ખાતે જવા માટે નિકળ્યા હતા.અને ત્યાં જઈ કામ ચાલુ હોય જેથી કે.પી.ગૃપના એન્જીનીયર અંકુશ પાટીલે તે જગ્યાએ સામ સામે ટ્રેલરો આવી શકે તેમ ન હોવાથી અંદર આવતા ટ્રેલરોને ઉભા રાખવાનુ જણાવતા ચંદન તથા રવિ રાઠોડ તથા પ્રશાંત સગર તથા સમીર મકવાણા કાચા રસ્તા ઉપર ઉભા રહી ટ્રાફીક નિયમન કરી રહયા હતા.જ્યા રવિ રાઠોડ બોલેરોમાંથી નીચે ઉત્તરી જગ્યા ઉપર છાયડો ન હોવાથી ટ્રેલર નંબર જીજે ૦૧ એ ઝેડ ૮૧૭૩ ના છાયે પાછળના ટાયર પાસે બેઠલ હતો. તે વખતે આશરે બે વાગ્યાના અરસામા અચાનક ટ્રેલરના ચાલકે ગાડી ચાલુ કરી હંકારતા ટ્રેલરના પાછળના ટાયર પાસે બેસેલ રવિ રાઠોડ ઉપર ટ્રેલરનુ ટાયર ચઢી ગયો હતો.જ્યાં સ્થળ પર જ ચગદાઈ જવાથી રવિ રાઠોડનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. આ બાબતની જાણ કેપી ગ્રુપના ઉપરી અધિકારીઓને થતા તેઓ જગ્ય ઉપર દોડી આવ્યા હતા. અને રવિ રાઠોડની લાશને વાગરા સી.એચ.સી હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી.સદર ઘટના અંગે કે.પી. ગૃપ કંપનીમા ચાલતા રમીજ એન્જીનીરીંગ કોન્ટ્રાકમા ટુલ ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા ચંદન શંકરરાવ માપલે એ પોલીસને જાણ કરતા પોલીસે ટ્રેલર ચાલક દશરથભાઇ કનુભાઇ પટેલ રહે, મુલેર ગામ તા.વાગરા જી.ભરૂચ વિરુદ્ધ ટ્રેલર બેદરકારીભરી રીતે હંકારી રવિ રામેશ્વર રાઠોડ ઉ.વ ૨૧ હાલ રહે, સહારા પાર્ક વાગરા જી.ભરૂચ મુળ રહે, સેવાલાલ મંદિર પાસે, રેડવા ગામ પો.સ્ટે .ઘાટ લાડકી તા.થાના ચંન્દુર બજાર જી.અમરાવતી (મહારાષ્ટ્ર) નું મોત નિપજાવવા બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









