ભરૂચ એસટી તંત્રના નિયામમક સંપર્ક વિહોણા બનતા મુસાફરો ને એસટી સંબંધિત ફરિયાદો માટે અગવડતા વેઠવાનો વારો આવ્યો છે.ભરૂચ એસટી વિભાગના નિયામકનો ૬૩૫૯૯૧૯૦૩૧ નંબર પર ટેલિફોનિક સંપર્ક છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલ બન્યો હોવાનું મુસાફરોમાં ચર્ચાઈ રહ્યું છે. અનેક મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યુ છે કે નિયામકને તેઓના નિગમ દ્વારા ફાળવવામાં આવેલ મોબાઈલ ફોન પર સંપર્ક સાધવાનો પ્રયાસ કરાતા ફોન સીધો જ વોઇસ મેલ પર ફોરવર્ડ થઈ જાય છે.જેને પગલે ભરૂચ જિલ્લા એસ ટીના વિભાગીય વડાનો સંપર્ક દુર્લભ બની ગયો છે.પરિણામે બસોની અનિયમિતતા, સમયપત્રક,પાસ,રૂટ તેમજ એસટી તંત્રને લગતી અન્ય સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં મુસાફરો ને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.મુસાફરોનું કહેવું છે કે જાહેર સેવા સાથે સંકળાયેલા અધિકારીઓ લોકો માટે સરળતાથી ઉપલબ્ધ રહે તે ખાસ જરૂરી છે. જો ટેલિફોનિક સંપર્ક જ ન થઈ શકે તો સામાન્ય નાગરિક પોતાની સમસ્યાઓ કોની સમક્ષ રજૂ કરે તેવો સવાલ પણ અત્રે ઉપસ્થિત થયો છે.મુસાફરો એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ મામલે ધ્યાન ધરી નિયામક કાર્યાલયનો ટેલિફોન નિયમિત કાર્યરત રહે તેમજ મુસાફરોની ફરિયાદો અને રજૂઆતો માટે અસરકારક વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી રહયા છે. મુસાફરોનું માનવું છે કે સમયસર સંવાદ અને યોગ્ય પ્રતિસાદથી અનેક સમસ્યાઓનું સરળતાથી નિરાકરણ આવી શકે છે.પરંતુ અહીંયા તો સાવ અલગ જ પરિસ્થિતિ નજરે ચડી રહી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









