વાગરા:સાયખા GIDC ની ‘ગોપીનાથ કેમ ટેક લિમિટેડ’ કંપનીમાંથી રૂ.૧,૭૦,૦૦૦ ના કોપર અને એલ્યુમિનિયમ કેબલોની ચોરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના સાયખા GIDC ની ‘ગોપીનાથ કેમ ટેક લિમિટેડ’ કંપનીમાંથી આશરે રૂ.૧,૭૦,૦૦૦ ના કોપર અને એલ્યુમિનિયમ કેબલોની ચોરી થતા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

ઘટનાની પોલીસ સૂત્રો થકી મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યા ઈસમોએ કંપનીના સ્ટોર રૂમમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સ્ટોર રૂમમાં રહેલા કોપર અને એલ્યુમિનિયમના વિવિધ પ્રકારના કેબલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.કંપનીના સ્ટોર રૂમમાંથી ચોરાયેલા કેબલની કુલ કિંમત આશરે રૂપિયા ૧,૭૦,૦૦૦ હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઈરફાન દિલાવર મલેક (રહે. સફાપાર્ક, મનુબાર, ભરૂચ) દ્વારા વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાગરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૫(એ) હેઠળ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.ઔદ્યોગિક વસાહતમાં થયેલી આ મોટી ચોરીને પગલે સ્થાનિક વેપારીઓ અને કંપની સંચાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!