દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અંકલેશ્વર નજીક મોટું ગાબડું, વાહન વ્યવહારને માઠી અસર…!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અંકલેશ્વરના પીલુદરા ગામ નજીક મસમોટું ગાબડું સર્જાતા વાહન વ્યવહારને માઠી અસર પહોંચી હતી.વાહન વ્યવહાર પ્રભાવિત હાઇવે પર વાહનોની લાંબી કતારો સર્જાઈ હતી.બીજી તરફ કોંક્રિટનો સ્લેબ પણ તૂટી જતા અંદરના સળિયા બહારથી સ્પષ્ટ નજરે પડ્યા હતા. જેના પગલે હાઈવેના માર્ગના કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે.

અંકલેશ્વરના અડોલ-પીલુદરા વચ્ચેથી પસાર થતા દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પર મોટી દુર્ઘટના સમાન સ્થિતિ સર્જાઈ છે. બ્રિજના કોન્ક્રીટ સ્લેબમાં અંદાજે ૮ ફૂટ જેટલું મોટું ગાબડું પડી જતાં વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બ્રિજના એક્સપાન્શન જોઈન્ટમાં પણ નુકસાન થયું છે, જેના કારણે બ્રિજની મજબૂતી અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્લેબ તૂટી જતાં અંદરના લોખંડના સળિયા રોડ ની બહાર ખુલ્લા દેખાતા હતા,જે બાંધકામની ગુણવત્તા તેમજ રોડમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે ચર્ચા જગાવી રહ્યા છે.ઘટનાના પગલે સુરતથી વડોદરા તરફ જતી લેન પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.સ્થાનિકોમાં માર્ગના નિર્માણ કાર્યમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાને લઈને જવાબદારી અને કારણો અંગે પૂછવામાં આવતા નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI)ના અધિકારીએ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.આ અંગે મળતી માહિતી અનુસાર નેશનલ હાઇવે ઓથટોરિટીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે અને વરસાદ બંધ થયા બાદ સમારકામ શરૂ કરવામાં આવશે.હાલ તો માર્ગમાં થયેલ મસમોટું ભંગાણ સદર હાઇવે પર થી પસાર થતા વાહન ચાલકોમાં ભયની લાગણી જન્માવી દીધી છે.

 

ડિજિટલ યુગ ન્યૂઝ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!