ચાંચવેલથી પાલડી વચ્ચેના જર્જરિત બ્રિજ પરથી ભારેખમ વાહનોની બેરોકટોક જોખમી અવરજવર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદ થી દહેજ તરફ જતા મુખ્ય માર્ગ પર ચાંચવેલથી પાલડી વચ્ચેના જુના અને જર્જરિત બ્રિજ પરથી ભારેખમ વાહનોની બેરોકટોક જોખમી અવરજવર ને પગલે કોઈક મોટી દુર્ઘટના સર્જવવાની દહેશત પ્રવર્તી રહી છે.કોઈ મોટો અકસ્માત સર્જાય તો તેના માટે કોણ જવાબદાર ઠરશે ના સવાલો ઉભા થઈ રહયા છે.આમોદથી દહેજ જવાના માર્ગ પર ચાંચવેલથી પાલડી ગામની વચ્ચે હાલમાં નવો બ્રિજનું નિર્માણકાર્ય પ્રગતિ હેઠળ છે.દરમિયાન વાહનવ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા જૂના બ્રિજની સ્થિતિ અત્યંત દયનીય અને જોખમી બની ગઈ છે.

બ્રિજનું કોંક્રિટ અને પોપડા સતત ખરી રહ્યા છે.જેથી બ્રિજની નીચેથી લોખંડના સળિયા સ્પષ્ટપણે બહાર દેખાઈ રહ્યા છે.૨૦ ટનથી વધુ વજન ધરાવતા વાહનો પર પ્રતિબંધ હોવા છતાં, રાત્રિના સમયે આ જોખમી બ્રિજ પરથી ઓવરલોડ વાહનો બેરોકટોક જોખમી રીતે પસાર થઈ રહ્યા છે.આ અંગે ચાંચવેલ ગામના સફીક મોલુએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ બ્રિજ અત્યારે મોતનો મંચડો બની ગયો છે. શાળાએ જતા અનેક બાળકો, કામધંધે જતા લોકો અને રાહદારીઓ રોજ અહીંથી જીવના જોખમે પસાર થાય છે. તંત્રને અનેકવાર રજૂઆત કરી છે છતાં કોઈ સાંભળતું નથી.જો આ બ્રિજ તૂટી પડશે તો તેની જવાબદારી કોણ લેશે? અમે તાત્કાલિક અસરથી ડાયવર્ઝન અને સુરક્ષાની માંગ કરીએ છીએ.”

ચાંચવેલ, પાલડી, બદલપુરા સહિત આસપાસના ગામના ગ્રામજનોની એકમાત્ર માંગણી એ છે કે, જૂના બ્રિજની સાથે જ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તાત્કાલિક અસરથી યોગ્ય અને મજબૂત ‘ડાયવર્ઝન’ (Diversion) બનાવી આપવામાં આવે.વધુમાં ચાંચવેલ, પાલડી અને બદલપુરા ગામના ગ્રામજનોની મુખ્ય માંગણીઓ મુજબ તાત્કાલિક ડાયવર્ઝન બનાવી આપવામાં આવે,જૂના બ્રિજની સાથે અવરજવર માટે તાત્કાલિક ડાયવર્ઝન (વૈકલ્પિક રસ્તો) બનાવવા સાથે આ માર્ગ પર જુના બ્રિજ ના નાકે કાયમી પોલીસ પોઈન્ટ મુકવામાં આવે,ડાયવર્ઝન ન બને ત્યાં સુધી ઓવરલોડ વાહનો રોકવા માટે પોલીસની કડક દેખરેખ ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

હાઈટ ગેજ (Height Gauge) લગાડી ભારે વાહનોની અવર જવર અટકાવવામાં આવે,આમ છતાંય જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવે.જો વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે આ ગંભીર મુદ્દે ડાયવર્ઝન બનાવી આપવામાં નહીં આવે, તો ચાંચવેલ, પાલડી, બદલપુરા સહિતના અસરગ્રસ્ત ગામના ગ્રામજનો ના છૂટકે લોકશાહી ઢબે આંદોલન કરવા મજબુર બનશે.

ડિજિટલ યુગ ન્યૂઝ , વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!