આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વાતાવરણમાં ગરમીની સાથે સાથે વિવિધ પક્ષો અને અપક્ષોના ચૂંટણી પ્રચારનો ધમધમાટ વધી રહ્યો છે. ભાજપ કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો જીતને સુનિશ્ચિત કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે તેમજ સુરક્ષા પૂર્ણ મતદાન માટે પોલીસ વિભાગ પણ સુસજ્જ બન્યો છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશન દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા તેમજ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની આગોતરી તકેદારીના ભાગરૂપે વિસ્તારના પાણીબાર તેમજ નાની આમરોલ ગામે ફ્લેગ માર્ચ સહિત ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. અસામાજિક તત્વો પર અંકુશ અને નાગરિકો ચૂંટણીમાં નિર્ભયતા પૂર્વક મતદાન કરી શકે તેમજ સુરક્ષા અંગે વિશ્વાસ ઉભો થઈ શકે તે પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ હતો. પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તેઓ સંપૂર્ણ સજ્જ છે. આગમ દિવસોમાં પણ આ પ્રકારનું પેટ્રોલિંગ અને ચેકીંગ વધુ સધન બનાવવામાં આવશે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









