ઉમરેઠ વિધાનસભાના ૩૦૬ મતદાન મથકો ખાતે EVM લઈ ચૂંટણી સ્ટાફ રવાના

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઉમરેઠ વિધાનસભાની યોજાનાર પેટા ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. કુલ ૩૦૬ મતદાન મથકો ખાતે EVM લઈ ચૂંટણી સ્ટાફ રવાના થયો હતો.

જનરલ ઓબ્ઝર્વર માતા દિન મીણા અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીની ઉપસ્થિતિમાં રીસીવિંગ અને ડિસ્પેચિંગ પ્રક્રિયા સંપન્ન કરાઈ હતી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. તેનું મતદાન આગામી તારીખ ૨૩મી એપ્રિલ ગુરૂવારના રોજ સવારે ૭ થી સાંજના ૮ કલાક સુધી યોજાનાર છે. ઉમરેઠ વિધાનસભાના ૪૬ ગામો ખાતે ૩૦૬ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો ખાતે ઓડ સ્થિત ડી.એમ. પટેલ આર્ટસ કોલેજ અને એસ.એસ પટેલ કોમર્સ કોલેજ ખાતે રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પરથી ઇવીએમ સહિતનું ચૂંટણી અંગેનું તમામ સાહિત્ય અને સામગ્રી ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા જનરલ ઓબ્ઝર્વર માતા દિન મીણા અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં રવાના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગની આ પેટા ચૂંટણીમાં કુલ ૨,૪૫,૬૨૩ મતદારો નોંધાયેલા છે.

લોકશાહીના આ પર્વમાં કુલ ૧,૩૪૮ મતદાન સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે, જેમાં ૩૩૭ પ્રિસાઈડીંગ ઓફીસર, ૩૩૭ મદદનીશ પ્રિસાઈડીંગ 1ઓફીસર અને ૩૩૭ પોલીંગ ઓફીસર તેમજ ૩૩૭ મહિલા પોલીંગ ઓફીસર ફરજ બજાવશે. સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયામાં આશરે ૧૫૦૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યરત છે અને ૧૯ જેટલા નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.આ ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ અને નિષ્પક્ષ રાખવા ઈવીએમ અને વીવીપેટ મશીનોનું પરિવહન કરતા ૭૩ વાહનો અને ૩૬ એસ.ટી. બસોને GPS દ્વારા ટ્રેક કરવામાં આવશે તથા ચૂંટણી પંચની સૂચના મુજબ તમામ ૩૦૬ મતદાન મથકો પર અંદર અને બહાર વેબકાસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે. ચૂંટણીલક્ષી ફરિયાદો માટે જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી નંબર-૧૯૫૦ અને ઓડ ખાતેના કંટ્રોલ રૂમ નંબર-૦૨૬૯૨ ૨૯૮૦૭૧ જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીની મતગણતરી બીજેવીએમ કોલેજ વલ્લભ વિદ્યાનગર ખાતે આગામી તારીખ ૪ મે ના રોજ કરવામાં આવશે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!