ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લા શિક્ષણાધિકારી અને SVEEP નોડલ સ્વાતિબા રાઓલ વિશેષ ઉપસ્થિત રહયા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને મતદાન પ્રત્યે નાગરિકોમાં વ્યાપક જાગૃતિ ફેલાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી તંત્ર તથા શિક્ષણ વિભાગ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર, ત્રાલસા ખાતે જિલ્લા SVEEP નોડલ અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી નોડલ સ્વાતિબા રાઓલના માર્ગદર્શન અને સંકલન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્યાંગ મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને તેમને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશભાઈ પરમારની આગેવાનીમાં સમગ્ર આયોજન સુચારુ રીતે પાર પાડવામાં આવ્યું હતું, જેનાથી અભિયાનને વધુ ગતિ અને વ્યાપકતા મળી છે. સ્વાતિબાએ દિવ્યાંગ મતદારોને સરળ અને સુલભ મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કર્યા અને લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મતદાન પ્રક્રિયા, EVM અને VVPAT વિષે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. સાથે જ દિવ્યાંગ મતદારો માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મનોદિવ્યાંગ બાળકોના વાલીઓ તથા આજુબાજુના ગામના દિવ્યાંગ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અસ્મિતા વિકાસ કેન્દ્રના આચાર્ય મનિષાબેન ત્રિવેદીએ જણાવ્યું કે, આવા કાર્યક્રમો દ્વારા દિવ્યાંગ મતદારોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ વધુ સક્રિય રીતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે છે. આ કાર્યક્રમને ઉપસ્થિત સૌએ ખૂબ સરાહનીય ગણાવ્યો હતો અને આવનારી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









