વાગરાની CISF કોલોનીના ગેટ પાસે ઇકો કારે મોટર સાયકલને અડફેટે લેતા ઇજાગ્રસ્ત બાઇક ચાલક નું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.વાગરા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મૂળ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગોરવા ગામના રહીશ અને હાલ વાગરાના આંકોટ ખાતે ઘંટી ફળિયામાં રહેતા જીતેન્દ્રસિંહ ખુમાનસિંહ સોલંકી ઉ.વ.૩૯ ગતરોજ આશરે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાની હીરો એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ નંબર જીજે ૨૩ ડીએચ ૦૫૫૧ લઇને વાગરા થી આકોટ જઇ રહયા હતા તે દરમિયાન સી.આઇ.એસ.એફ ગેટ થી થોડે આગળ એક ઈકો ગાડી નંબર જીજે ૧૬ ડીસી ૬૧૦૮ ના ડ્રાઈવરે પોતાની ઇકો ફોર વ્હીલગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રોંગ સાઇડમાં જઇ ઓવરટેક કરવા જતા મોટર સાયકલને જોરદાર ટક્કર મારી હતી. જોરદાર ટક્કર ને પગલે બાઇક ચાલક ને મોઢાના ભાગે તથા ગળાના તથા છાતીના તેમજ જમણા પગે તથા શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેને કારણે તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયુ હતું.ઇકો ગાડીનો ચાલક કાર મુકીને બનાવ સ્થળે થી ભાગી છૂટ્યો હતો.અકસ્માત ના બનાવ બાબતે અંકોટના હરીશકુમાર જસવંતસિંહ ગોહિલે પોલીસને ફરિયાદ આપતા વાગરા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી અજાણ્યા ઇકો કારના ચાલક ને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.
ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









