ભરૂચ :: લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ ખાતે લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત જાહેર માર્ગ પર આકર્ષક હોર્ડિંગ્સ લગાવી મતદાન જાગૃતિનો સંદેશ વહેતો કરવામાં આવ્યો છે.આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અંતર્ગત ભરૂચ જલ્લિામાં વઘુમાં વધુ મતદાન થાય અને મતદારોમાં જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા ચૂંટણીતંત્રના માર્ગદર્શન હેઠળ સ્વેપ (વ્યવસ્થિત મતદાર શક્ષિણ અને ચૂંટણી સહભાગતા) પ્રવૃત્તઓ વેગવંત બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ નગરપાલકિાના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો પર આકર્ષક હોર્ડિંગ્સ લગાવી મતદાન જાગૃતિનો સંદેશ વહેતો કરવામાં આવ્યો છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અંતર્ગત નગરપાલિકા વિસ્તારના મુખ્ય ચાર રસ્તાઓ, સરકારી કચેરીઓ અને વધુ અવર-જવર ધરાવતા વિસ્તારોમાં હોર્ડિંગ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ હોર્ડિંગ્સમાં “દરેક મત કમિતી છે”, “લોકશાહીના પર્વમાં મતદાન અવશ્ય કરીએ” અને “૨૬ એપ્રિલ-૨૦૨૬ના રોજ અચૂક મતદાન કરીએ” જેવા પ્રેરણાદાયી સૂત્રો દ્વારા નાગરિકોને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.વધુમાં,શહેરી વિસ્તારના મતદારોમાં મતદાનની ટકાવારી વધે તે માટે ‘સ્વીપ’ ટીમ દ્વારા નવીનતમ અભગિમ અપનાવવામાં આવ્યો છે. હોર્ડિંગ્સના માધ્યમથી મતદાનના દિવસ, સમય અને મતદાનના મહત્વ અંગેની જાણકારી સીધી રીતે નાગરીકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના તમામ લાયક મતદારો કોઈપણ લાલચ કે ડર વગર પવિત્ર ફરજ સમજીને મતદાન કરે તેવો ઉમદા આશય આ કામગીરી પાછળ રહેલો છે.નોંધનીય છે કે,ભરૂચ પંથકમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સોશયિલ મીડિયા, શેરી નાટક, ફ્લેશ મોબ અને હવે હોર્ડિંગ્સ જેવી વિવિધિ પ્રવૃત્તઓ થકી ચૂંટણીલક્ષી વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી તા. ૨૬ એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં લોકો ઉત્સાહભેર ભાગ લે તેવો છે. રાજય ચૂંટણી આયોગના માર્ગદર્શનમાં જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નિષ્પક્ષ, ન્યાયી અને પારદર્શક રીતે યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર તાલીમ સહિતની જરૂરી તૈયારીઓ સાથે સજ્જ થયું છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!