વાગરા પંથકના સંવેદનશીલ વિસ્તારોમાં ચૂંટણી ટાણે પોલીસ નું સઘન ફૂટ પેટ્રોલિંગ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા પંથકના સંવેદનશીલ વિસ્તારોમાં ચૂંટણી ટાણે વાગરા પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરી પ્રજામાં રહેલ ભયને દૂર કરી વિશ્વાસ સંપાદન કરવાની કામગીરી હાથ ધરવસમાં આવી હતી.સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વાગરા તાલુકામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. લોકશાહીના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો નિર્ભય થઈને મતદાન કરી શકે તેવા ઉમદા હેતુથી વાગરા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.

વાગરાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન.ગોહિલની સીધી દેખરેખ હેઠળ તાલુકાના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં એરિયા ડોમિનેશન અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને વોરાસમની અને વિલાયત જેવા ગામોમાં પોલીસનો મોટો કાફલો રસ્તાઓ પર ઉતરી આવ્યો હતો. પેટ્રોલિંગમાં પોલીસ જવાનોની સાથે જી.આર.ડી. ના સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

એરીયા ડોમિનેશનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતામાં સુરક્ષાનો ભાવ જાગે અને અસામાજિક તત્વો ગેરકાયદે પ્રવૃત્તિ થી દુર રહે તે હતો. પી.આઈ. ગોહિલે આ તકે સ્થાનિકો સાથે સંવાદ સાધીને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવાની અપીલ કરી હતી. પોલીસ દ્વારા ગામના મહોલ્લાઓ અને મુખ્ય બજારોમાં સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય. ઉલ્લેખનીય છે કે લ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. સંવેદનશીલ મતદાન મથકો ધરાવતા વિસ્તારો પર પોલીસની બાજ નજર છે. વાગરા પોલીસ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારનું પેટ્રોલિંગ ચાલુ રાખશે, જેથી સમગ્ર તાલુકામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!