વાગરા: દહેજની GFL કંપનીમાંથી સવા ત્રણ કરોડની ઘરફોડ ચોરી કરનાર ગેંગ ઝબ્બે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના દહેજની GFL કંપનીમાંથી સવા ત્રણ કરોડની ઘરફોડ ચોરી કરનાર ગેંગને દહેજ પોલીસે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.વાગરાના દહેજની પોલીસને મસમોટી ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા સાંપડી છે.ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીના વેરહાઉસમાંથી થયેલી ૩,૧૬,૮૩૦૦૦ રૂપિયા ની માતબર રકમની ચોરીના ભેદનો દહેજ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ લાવી નાખ્યો છે.

અધધ મોટી રકમની ચોરીમાં સંડોવાયેલ પંજાબ, રાજસ્થાન અને સ્થાનિક રહેવાસી એવા કુલ 6 શખ્સોની પોલીસે ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો હતો. દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલ GFL કંપનીએ નવા પ્લાન્ટના બાંધકામ માટે અટાલી ગામની સીમમાં વી-લોજિસ્ટિક નામનું વેરહાઉસ ભાડે રાખ્યું હતું. ગત તા.૧૫ થી ૧૬ એપ્રિલના સમયગાળા દરમિયાન તસ્કરોએ વેરહાઉસનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.અને આશરે અંદાજે ૧૫ લાખની કિંમત ધરાવતા ૨૧ નંગ કિંમતી મિકેનીકલ સીલ જેની કુલ કિંમત કરોડ ૧૫ લાખ ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ અને અન્ય સ્પેરપાર્ટસ મળી કુલ ૩.૧૬ કરોડથી વધુના મટીરિયલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા રેન્જ આઈજી અને ભરૂચ એસપીની સૂચનાથી દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરતા સર્વેલન્સ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે ચોરીના મુદ્દામાલ સાથે એક વાદળી રંગની બ્રેઝા ગાડી રહીયાદ ચોકડી તરફ આવી રહી છે. પોલીસે વોચ ગોઠવી ગાડીને આંતરી હતી, જેમાં તપાસ કરતા ચાર ઇસમો મળી આવ્યા હતા .

અને ગાડીમાંથી ચોરીના મિકેનીકલ સીલ પણ મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં અન્ય બે સાગરીતોના નામ પણ ખુલ્યા હતા, જેઓ રહીયાદ ચોકડી પાસે આવેલી એક પતરાની દુકાનમાં બાકીનો મુદ્દામાલ સંતાડીને બેઠા હતા.ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી વિશાલદીપસીંગે અગાઉ નવેઠા ચોકડી પાસેથી એક બાઇક ચોર્યું હોવાની અને માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી ચોરીમાં પણ પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે હાલમાં બ્રેઝા ગાડી ઉપરાંત ચોરીનું મોટરસાઇકલ તથા, બે મોબાઈલ ફોન અને તમામ ચોરાયેલ માલસામાન મળી કુલ રૂપિયા ૩,૨૧,૬૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કેસમાં ઉત્તર પ્રદેશનો બલવિંદરસિંગ નામનો એક આરોપી હજુ વોન્ટેડ છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, દહેજ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!