આણંદના હાડગુડ ખાતે પીર સૈયદ કમાલુદ્દીન કાદરીના ઉર્સ નિમિત્તે હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ જિલ્લાના હાડગુડ ગામે પીર સૈયદ કમાલુદ્દીન કાદરીના વાર્ષિક ઉર્સ નિમિત્તે હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા.અકીદતમંદો મજાર પર હાજરી આપી શ્રધ્ધાશુમન અર્પણ કરી ભારે ભાવવિભોર બન્યા હતા.આણંદના હાડગુડ ગામે આવેલ હઝરત પીર સૈયદ કમાલુદ્દીન કાદરીની દરગાહ પર વર્ષો જૂની પરંપરા અનુસાર ચાલુ વર્ષે પણ ઉર્ષની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ઉર્ષમાં મુસ્લિમ બિરાદરોની સાથે હિન્દુ શ્રદ્ધાળુઓ પણ હર્ષભેર જોડાયા હતા.વર્ષોની પરંપરા અનુસાર ચાલુ વર્ષે પણ ઈદના બીજા દિવસે ભારે આન બાન અને શાનથી ભવ્ય ઝુલુસ યોજવામાં આવ્યો હતો.

મુસ્લિમો ઉપરાંત અનેક હિંદુ ભાઈઓ માટે આસ્થાનું કેન્દ્ર ગણાતા મજાર પર હજારો મુસ્લિમો સહિત હિન્દૂ શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. હાડગુડ ગામ સૈયદ સમાજ તેમજ હાડગુડ સમસ્ત મુસ્લિમ સમાજના સંયુક્ત ઉપક્રમે શહેનશાહે ચરોતર પીર સૈયદ કમાલુદ્દીન કાદરીના ઉર્ષની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી. બપોરે ઝોહરની નમાઝ બાદ જામાં મસ્જિદ નજીક આવેલ હુસેની ચોકથી નિશાન ગાદી અને અલમ સાથે રંગે ચંગે ઝુલુસે પ્રસ્થાન કર્યું હતું.

ઝુલુસ હાડગુડના મુખ્ય રાજમાર્ગો પર પરિભ્રમણ કરી હઝરત સૈયદ કમાલુદ્દીન કાદરીના આસ્તાના પર પહોંચ્યું હતું.ઝુલુસમાં હાડગુડ ગામ ઉપરાંત સમગ્ર ચરોતર પ્રદેશમાં થી હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઝુલુસમાં જોડાયા હતા.ઝુલુસ દરમિયાન હાડગુડ ગામના વિવિધ સ્વયંસેવી યુવકોની કમિટીઓ થકી વિવિધ પ્રકાર ના શરબત,ઝ્યુસ આઈસ્ક્રીમ સહિતની અવનવી વાનગીઓનું અકીદતમંદોને વિતરણ કરવામાં આવ્યું હતું.ઝુલુસ સરકાર કમાલુદ્દીનના આસતાના પર પહોંચતા સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. સાથે જ અકીદત મંદો દ્વારા ફુલફાતેહા તેમજ નજરો ન્યાઝની સાથે દરૂદો સલામ ન અને ઝીંકરો અસ્કારની સાથે વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલ વૈશ્વિક અશાંતિ વચ્ચે ભારત દેશમાં અમન શુકુન અને કોમી સોહાર્દની સાથે ભાઈચારાનો માહોલ અકબંધ જળવાઈ રહે તે માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી.ઝુલુસ સમાપ્ત થતા હઝરતના આસ્તાનાની બાજુમાં આવેલ દરગાહ મેદાન ખાતે હાડગુડના નવયુવાનો દ્વારા ગ્રામજનો તેમજ ઉર્ષમાં પધારેલ સર્વે શ્રદ્ધાળુઓ માટે આમ ન્યાઝનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

ન્યાઝ પ્રસંગે પાણી ગ્રુપ તરફથી ઠંડા પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉર્ષ તેમજ ન્યાઝના આયોજનને સફળ બનાવવા હાડગુડ ગામ સૈયદ સમાજ તેમજ ગામના દરેક સમાજના નવયુવાનો અને ગ્રામજનોએ ખડે પગે સેવાઓ પુરી પાડી હતી.

સૈયદ અમજદ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!