ભરૂચ એસ.ટી.તંત્ર દ્વારા વાગરા અને દહેજથી અમદાવાદ રૂટની નવીન બસોનો પ્રારંભ કરાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ એસ.ટી.તંત્ર દ્વારા વાગરા અને દહેજથી અમદાવાદ તરફના રૂટની નવીન બસોનો પ્રારંભ કરાયો હતો.નવી બસો શરૂ થતાં વાગરા અને દહેજ પંથકની જનતાને અમદાવાદ તરફ જવામાં સરળતા રહેશે.વાગરા તાલુકાની પ્રજામાં નવીન બસોની શરૂઆતથી આનંદ ની લાગણી પ્રસરી જવા પામી હતી.

મુસાફરોની સુખાકારી અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ભરૂચ વિભાગ હેઠળના ડેપોને નવીનતમ બસોની ભેટ મળી છે. જેમાં ભરૂચ ડેપો દ્વારા સંચાલિત વાગરા-અમદાવાદ અને દહેજ-અમદાવાદ રૂટ માટે નવી બસોની ફાળવણી કરવામાં આવી હતી.સદર અત્યાધુનિક બસોનો ઉદઘાટન સમારંભ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો.આ તબક્કે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.લોકાર્પણ વિધિમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તથા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જેઓએ લીલી ઝંડી બતાવી બસોને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ પ્રસંગે ભરૂચ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક સંજય જોશી સ્થાનિક આગેવાનો, એસટી કર્મચારી ગણ તેમજ મુસાફર જનતા પણ ખાસ ઉપસ્થિત રહી હતી. મુસાફરોની સુવિધામાં થઈ રહેલા વધારા બદલ સમાન્યજનોએ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.વાગરા અને દહેજ જેવા મહત્વના ઔદ્યોગિક હબથી સીધા રાજ્યના પાટનગર અને મુખ્ય શહેર અમદાવાદ સુધીની આ નવીન બસ સેવા ઉદ્યોગ જગત સાથે જોડાયેલા કર્મચારીઓ અને સામાન્ય જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. નવી ફાળવવામાં આવેલી આ બસોમાં આરામદાયક બેઠક વ્યવસ્થા અને આધુનિક એન્જિન સિસ્ટમ છે, જેનાથી મુસાફરી વધુ સુખદ અને ઝડપી બનશે.આ પ્રસંગેધારાસભ્ય અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે, “છેવાડાના માનવી સુધી પરિવહન સેવા પહોંચે અને ઔદ્યોગિક વિસ્તારોમાં કનેક્ટિવિટી વધે તે સરકારની પ્રાથમિકતા છે.”વિભાગીય નિયામકભરૂચ તેમજ ડેપો મેનેજરે તમામ મુસાફરોને ખાતરી આપી હતી કે આ નવી બસો સાથે ગુણવત્તાસભર સેવા અને સમયપાલન માટે સતત પ્રયત્નશીલ રહીશું.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!