ભરૂચ જિલ્લાના મુસ્લિમ શિક્ષકોને-ઈદના પવિત્ર તહેવારે પણ બોર્ડના પેપર ચેકિંગમાંથી મુક્તિ ન આપતા ઉગ્ર આક્રોશ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના મુસ્લિમ શિક્ષકો પાસે ઈદ ના દિવસે પણ બોર્ડના પેપર ચેકીંગની કાર્યવાહી કરાવાતા ઉગ્ર આક્રોશ છવાઈ જવા પામ્યો છે.મુસ્લિમોના મહત્વના તહેવાર ટાણે બોર્ડ દ્વારા મુસ્લિમ શિક્ષકો પાસે પેપર ચેકીંગ ની કાર્યવાહી કરાવવામાં આવી હતી.મુસ્લિમ શિક્ષકો ને ઈદ ના દિવસે પણ પેપર ચેકીંગ કામગીરીથી મુક્તિ ન આપવામાં આવતા સમગ્ર ભરૂચ જિલ્લાના શિક્ષક આલમમાં ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મુસ્લિમ સમાજના અગત્યના તહેવાર ઇદુલ ફિત્ર નિમિત્તે મધ્યસ્થ મૂલ્યાંકન પેપર ચકાસણીમાં મુસ્લિમ શિક્ષકો ને રજા ન આપી ફરજિયાત હાજર રખાયા હતા,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હાલ તા.૧૯ માર્ચ થી ધોરણ-૧o અને ૧૨ બોર્ડના પેપર ચેકીંગ ની કામગીરી શરૂ થઈ હતી.

જે સમગ્ર રાજ્યભરમાં પૂરજોશમાં ચાલી રહી છે. જોકે, ભરૂચ જિલ્લામાં આ કામગીરીમાં જોડાયેલા મુસ્લિમ શિક્ષકોમાં તંત્ર સામે ભારે રોષ અને ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે મુસ્લિમ બિરાદરોના સૌથી મોટા પર્વ ‘ઈદ’ ના દિવસે પણ તેમને પેપર ચેકિંગની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી નથી.મુસ્લિમ શિક્ષકો દ્વારા પોતાની ધાર્મિક લાગણી દુભાઈ હોવાની રજુઆત કરવામાં આવી છે.ઈદ-ઉલ-ફિત્રએ મુસ્લિમ સમાજ માટે અત્યંત પવિત્ર અને ખુશીનો તહેવાર છે. આ દિવસે નમાજ પઢવી અને પરિવાર તથા સગા-સંબંધીઓ સાથે મળીને ખુશીઓ વહેંચવાની સદીઓ જૂની પ્રથા પ્રચલિત છે.ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા ઈદની રજાના દિવસે પણ મૂલ્યાંકન કેન્દ્રો ચાલુ રાખીને મુસ્લિમ શિક્ષકોને ફરજિયાત હાજરી આપવા જણાવવામાં આવતા શિક્ષકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે.કેટલાક શિક્ષકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અન્ય ધાર્મિક તહેવારોમાં સામાન્ય રીતે રજા જાહેર કરવામાં આવતી હોય છે અથવા તો જેતે ધર્મના કર્મચારીઓને વૈકલ્પિક રજા આપવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે ઈદ જેવા મોટા તહેવારે પણ મૂલ્યાંકન કામગીરીમાંથી મુસ્લિમ શિક્ષકોને કોઈ છૂટછાટ ન અપાતા શિક્ષકોમાં ઘેરો અસંતોષ વ્યાપી ગયો છે.આ અંગે ભરૂચ જિલ્લાના શિક્ષક સંઘ દ્વારા બોર્ડને રજૂઆત પણ કરવામાં આવી હતી.પરંતુ શિક્ષકોની આ સમસ્યા પ્રત્યે શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.નોંધપાત્ર બાબત છે કે શિક્ષકો પણ સમજે છે કે પેપર મૂલ્યાંકન અગત્યની કામગીરી છે,પરંતુ ધાર્મિક તહેવારની ઉજવણી પણ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે.આવનાર સમયમાં મુસ્લિમ શિક્ષકો ભરૂચ જિલ્લા શિક્ષક સંઘમાંથી સાગમટે રાજીનામા ધરી દેશે ની પણ વિગતો મળી રહી છે.ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ રવિન્દ્રભાઈ નો ટેલિફોનિક સંપર્ક સાધી પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે અમોએ ઉપર સુધી લેખિતમાં રજુઆત કરી હતી.સાથે જ ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ પાસે પણ રજુઆત કરાવી છે,તેમ છતાંય બોર્ડ દ્વારા પેપર ચકાસણીમાંથી મુસ્લિમ શિક્ષકોને મુક્તિ આપવા અંગે કોઈ જ નક્કર પગલાં લેવાયા નથી.અત્રે નોંધપાત્ર છે કે જો શિક્ષક સંઘનું રાજ્ય શિક્ષણ બોર્ડ સાંભળતું જ ન હોય તો શિક્ષક સંઘનો મતલબ જ શુ છે..?? મુસ્લિમ શિક્ષકો ને મધ્યસ્થ મુલ્યાંકનમાં થી મુક્તિ ન આપવા બાબતે માહિતી મેળવવા ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિમલભાઈ મકવાણા સહિત ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતી બા રાઓલ નો મોબાઈલ પર સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!