વાગરા: અલાદર પાટિયા નજીક આઈશર ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત, સદનસીબે મોટી જાનહાનિ ટળી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના મુલેરથી દહેજને જોડતા વ્યસ્ત માર્ગ પર ગતરોજ એક મોટી હોનારત થતા થતા રહી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મુલેર ગામ તરફથી દહેજ તરફ જઈ રહેલા એક આઈશર ટેમ્પો નંબર GJ-23-W-2403 ના ચાલકે અલાદર પાટિયા નજીક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેને પગલે ટેમ્પો રસ્તા પરથી નીચે ઉતરી ખાબક્યો હતો.

અને અકસ્માત સર્જાયો હતો. કોઈ અગમ્ય કારણોસર સર્જાયેલા આ અકસ્માતમાં ટેમ્પો રસ્તા પરથી દૂર ઘસી ગયો હતો અને પલટી મારી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેમ્પોના આગળના ભાગ અને કેબિનને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે. પરંતુ સૌથી રાહતના સમાચાર એ છે કે આ હોનારતમાં કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી. ટેમ્પોમાં સવાર ચાલક અને અન્ય વ્યક્તિઓનો બચાવ થયો છે. અકસ્માતનો અવાજ સાંભળીને આજુબાજુના ખેતરોમાંથી સ્થાનિક લોકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ફસાયેલા લોકોને મદદ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનાને પગલે અલાદર પાટિયા વિસ્તારમાં કેટલાક સમય માટે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!