વિલાયત ની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વ્હાલુ ખાતે આંખ તપાસ અને મોતીયાબિંદ નિદાન શિબિર યોજાઇ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિલાયત GIDC ની ગ્રાસિમ કંપની દ્વારા વ્હાલુ પ્રાથમિક શાળામાં આંખ તપાસ અને મોતીયાબિંદ કેમ્પ યોજાયો હતો.ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ વિલાયતના CSR વિભાગ દ્વારા સેવા રૂરલ ઝઘડિયા ના સહયોગથી વ્હાલુ પ્રાથમિક શાળા ખાતે આંખ તપાસ અને મોતીયાબિંદ ચેકપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો આશય ગ્રામ્ય વિસ્તારમાં લોકોને આંખના આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવા તથા જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવાનો હતો.
કેમ્પ દરમિયાન કુલ ૨૧૩ દર્દીઓની OPD તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૧૧૨ લાભાર્થીઓને મફતમાં ચશ્મા વિતરિત કરવામાં આવ્યા હતા.૨૩ દર્દીઓનું મોતીયાબિંદ સર્જરી માટે નિદાન કરવામાં આવ્યુ હતું,

જેમાંથી ૮ દર્દીઓને સેવા રૂરલ ની બસ દ્વારા ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ તથા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રાસિમ દ્વારા કરવામાં આવતા આવા સામાજિક કાર્યોને બિરદાવ્યા હતા.ઉલ્લેખનીય છે કે સમાજના આરોગ્યની સંભાળ માટે ગ્રાસિમ દ્વારા મોબાઇલ મેડિકલ વાન દ્વારા નિયમિત આરોગ્ય સેવા આપવામાં આવે છે,વધુમાં સમયાંતરે આરોગ્ય કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.

કેમ્પનું આયોજન ગ્રાસિમ, વિલાયતના CSR વિભાગ દ્વારા તમામ સુવિધાઓ અને સહકાર સાથે વ્હાલુ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું, શાળા પરિવાર દ્વારા ગ્રાસિમ અને સેવારુરલ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!