ભરૂચ: આસ્થાની અનોખી મિસાલ, માત્ર ૯ વર્ષના હુશેન ઈકરામ પટેલએ આકરી ગરમીમાં રાખ્યો જીવનનો પ્રથમ રોજો, કોમી એકતા માટે કરી વિશેષ દુઆ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સમગ્ર વિશ્વમાં અત્યારે ઇસ્લામ ધર્મનો સૌથી પવિત્ર ગણાતો રમઝાન માસ ચાલી રહ્યો છે. આ માસમાં મુસ્લિમ બિરાદરો આકરી ગરમીમાં પણ કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા રહીને ખુદાની ઈબાદત કરતા હોય છે. ત્યારે ભરૂચ ફેઝ પાર્ક ડુંગળી રોડ પાસે રહેતા આસ્થા અને અતૂટ શ્રદ્ધાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે પંથકના લોકોમાં આશ્ચર્યની સાથે ગૌરવની લાગણી જન્માવી છે. ભરૂચની ફેઝ પાર્ક સોસાયટીમાં રહેતા માત્ર ૯ વર્ષે બાળક હુશેનએ કાળઝાળ ગરમી વચ્ચે પણ પોતાના જીવનનો પ્રથમ રોજો રાખીને સૌના દિલ જીતી લીધા છે. ફેઝ પાર્ક સોસાયટી ખાતે રહેતા ઈકરામ પટેલનાં પુત્ર હુશેનએ જ્યારે તેના માતા-પિતા અને પરિવારના સભ્યોને રોઝા રાખતા જોયા ત્યારે તેના મનમાં પણ ખુદાની બંદગી કરવાની પ્રબળ ઈચ્છા જાગી હતી. માત્ર ૯ વર્ષ ઉંમર હોવા છતાં હુશેનએ રોજો રાખવાની જીદ પકડી હતી.

શરૂઆતમાં પરિવારને ચિંતા હતી કે આટલી નાની બાળક આખો દિવસ ભૂખ્યા-તરસ્યા કેવી રીતે રહેશે, પરંતુ ઈકરામના મક્કમ નિર્ધાર સામે પરિવારે પણ સંમતિ આપવી પડી હતી.વર્તમાન સમયે ગરમીનો પારો આસમાને છે, ત્યારે પુખ્ત વયના લોકો માટે પણ રોજો રાખવો કઠિન બને છે. તેવામાં માસૂમ ઈકરામએ વહેલી સવારે સેહરી કરી રોજાના સંકલ્પ સાથે દિવસની શરૂઆત કરી હતી. આખો દિવસ રમત-ગમતમાં વ્યસ્ત રહેવા છતાં તેણે પાણી કે ખોરાકને સ્પર્શ પણ કર્યો ન હતો. સાંજની ઇફ્તારી સમયે જ્યારે તેણે રોજો ખોલ્યો ત્યારે તેના ચહેરા પર એક અનોખો સંતોષ અને તેજ જોવા મળ્યું હતું. ઈકરામએ માત્ર રોજો રાખીને પોતાની આસ્થા જ પ્રગટ નથી કરી, પરંતુ તેણે આ પવિત્ર ઘડીએ દેશના ભલા માટે પણ પ્રાર્થના કરી હતી. તેણે અલ્લાહ પાસે દુઆ માંગી હતી કે, ભારત દેશમાં હંમેશા શાંતિ અને અમન કાયમ રહે, હિન્દુ-મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો ભાઈચારા સાથે હળીમળીને રહે અને દેશમાંથી નફરત દૂર થઈ કોમી એકતાનો દીવો હંમેશા પ્રજ્વલિત રહે. એક ૯ વર્ષના બાળક મુખે આવી સમજદારી અને પ્રેમભરી વાતો સાંભળીને સૌ કોઈ ભક્તિભાવમાં ગરકાવ થઈ ગયા હતા. ઈકરામએ સફળતાપૂર્વક પોતાનો પ્રથમ રોજો પૂર્ણ કરતા પરિવારજનો અને સ્નેહીજનોમાં ખુશીનો પાર રહ્યો ન હતો. પિતા ઈકરામ પટેલ અને પરિવારના સભ્યોએ તેને ફૂલહાર પહેરાવી, મીઠાઈ ખવડાવીને તેની આ અદભૂત સિદ્ધિને વધાવી લીધી હતી.બાળકની હિમ્મત અને આસ્થા સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે અને લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!