ખંભાતનો PSI પી.પી.પટેલ રૂપિયા ૩૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ખંભાત સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતો PSI અશાંતધારાની મિલકત બાબતે અભિપ્રાય આપવાના કેસમાં રૂપિયા ત્રીસ હજારની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.પોલીસ સબ ઇન્સપેક્ટ લાંચ લેતા લાલદરવાજા પોલીસ ચોકી પાસેથી રંગેહાથ પકડાઇ જવા પામ્યો હતો. નોંધપાત્ર છે કે થોડા સમય અગાઉ જ અન્ય એક PSI પણ લાંચમાં ઝડપાયો હતા, ત્યારે ફરી એકવાર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.સરકાર દ્વારા અશાંતધારો લાગુ કરી તેનું કડક અમલીકરણ કરવાનો આગ્રહ રાખી રહી છે. ત્યારે સરકારી તંત્ર અશાંતધારાની પરવાનગી આપવા માટે પણ તોડપાણી કરતું હોવાનો ચોંકાવનારો કિરસ્સો સામે આવ્યો છે.રવિવારે આણંદ જીલ્લાના ખંભાતના પોસઈએ અશાંતધારા માટે આવેલી બે અરજીમાં અભિપ્રાય આપવા માટે ૩૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. રવિવારે પ્લોટ માલિક પાસેથી પો.સ.ઇ નાણાં સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ જતાં આણંદ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ વ્યાપી ગયો હતો. લાંચ રૂશ્વત વિરોધી શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ય વિગતો મુજબ ખંભાતમાં એક બિલ્ડર અને તેના ભાગીદારોએ જમીન રાખી તેમાં પ્લોટીંગ કર્યું હતું. જોકે જમીન અશાંતધારામાં આવતી હોવાને કારણે પરવાનગી મેળવવા ખંભાત પ્રાંત અધિકારીની કચેરીમાં અરજી કરી હતી.સદર અરજી પોલીસ અભિપ્રાય માટે ખંભાત સીટી પોલીસ મથકે મોકલવામાં આવી હતી. જેની તપાસ પીએસઆઈ પંકજ પરસોતમ પટેલ કરતાં હોવાથી પ્લોટનુ વેચાણ કરનાર તેમને મળવા માટે ગયા હતા. કુલ બે અરજી હોવાથી એક અરજી દીઠ રૂા.૧૫૦૦૦ લેખે તેમણે ૩૦,૦૦૦ ની માંગણી કરી હતી. પ્લોટ માલિક લાંચ આપવા માંગતા ના હોવાથી તેમણે ACB માં ફરિયાદ કરી હતી.જેથી ACB ના નાયબ નિયામક હરેશ મેવાડાની સુચના અને માર્ગદર્શન હેઠળ પોઈ રાજપુત દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. અને લાલ દરવાજા પોલીસ ચોકી પાસે પોસઈ પંકજ પટેલને ૩૦,૦૦૦ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!