ભરૂચના થામ નજીક રિક્ષા અને એસટી બસ ટકરાતા રીક્ષામાં સવાર બે મુસાફરોના મોત નિપજવા પામ્યા હતા.ભરૂચ તાલુકાના થામ ગામ નજીક એસ.ટી.બસ અને રીક્ષા વચ્ચે જોરદર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં રીક્ષામાં આગળ બેઠેલા બે મુસાફરોના મોત થવા પામ્યા હોવાની માહિતી સાંપડી છે..જ્યારે અન્ય ૪ મુસાફરોને વત્તા ઓછા અંશે ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.ઘટના અંગે ભરૂચ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.ભરૂચના થામ નજીક રિક્ષા અને ભરૂચ થી ગંધાર જતી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બે મુસાફરોના મોત થવા પામ્યા હતા.ભરૂચ-જંબુસર હાઈવે પર થામ ગામ નજીક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો.એક મુસાફરો ભરેલી રીક્ષા અને ગુજરાત રાજ્ય પરિવહન નિગમ ની એસટી બસ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









