સૂરત :: ઉધના ખૂનના ગુનાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમા પકડી પાડયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સૂરતના ઉધના વિસ્તારમા થયેલ ખૂનના ગુનામા સંડોવાયેલ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમા પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે પોલીસ સૂત્રો થકી પ્રાપ્ય માહિતી અનુસાર ગત તા.૨૬ ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામા ઉધના પ્રભુનગર મકાન નં-૨૧૭ ની ગલ્લી અરવિંદભાઇ કિરાણાની ચાલ પાસે જાહેરમાં દિનેશ નવરતન પ્રજાપતિ ઉ.વ ૨૫ સાથે કોઇ અજાણ્યા ઇસમે ઝગડો કરી તિક્ષ્ણ હથિયાર વડે છાતીના ભાગે તથા બગલના ભાગે તિક્ષણ ઘા મારી ગંભીર જીવલેણ ઇજાઓઓ પહોંચાડતા મોત નિપજવા પામ્યું હતું.હત્યારો મર્ડર બાદ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. જે બાબતે ઉઘના પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) તથા જી.પી.એકટ-૧૯૫૧ ની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધાયો હતો.ઉધના પોલીસની ટીમ બનાવવાળી જગ્યાએ તાત્કાલીક પહોંચી હતી.અને સદર ગુનામાં સંડોવાયેલ આરોપી શીવકરણ બિંદાદિન પટેલ ઉ.વ.૩૫ ધંધો-મજુરીકામ રહે.અરવિંદભાઇ કિરાણાની ચાલ પ્રભુનગર બી.આર.સી ઉધના સુરત મુળ રહે ગામ.સૈદપુર થાના.ઉચાહર તા.સલવન જી.રાયબરેલી ઉતરપ્રદેશ ને ગણતરીના કલાકોમા પકડી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ, સુરત 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!