ડાભા ગામમાં માત્ર ૭ વર્ષની મલેક તમન્નાએ પોતાનો પ્રથમ રોજો રાખી ઈબાદત કરી…!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જંબુસર તાલુકાના ડાભા ગામમાં રહેતા તમન્ના તોસીફ મલેક ની પુત્રી એ રમઝાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરીને રબને રિજવવાનો પ્રયાસ કર્યો છે. હાલ મુસ્લિમ સમાજનો અતિ વિશેષ મહત્વ ધરાવતો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. ઇસ્લામ ધર્મમાં રમજાન મહિનાને રહેમતોનો મહિનો માનવામાં આવે છે. જેમાં મુસ્લિમ સમાજના અબાલ વૃદ્ધ વ્યક્તિઓ રોજા રાખી નમાજ પઢી ખુદાની ઈબાદત કરતા હોય છે. હાલ ગરમીની મોસમ ચાલી રહી છે. ત્યારે સતત ૧૩ કલાક જેટલા લાંબા સમય સુધી ભૂખ્યા તરસ્યા રહી રોજો કરીને અલ્લાહની ઈબાદતમાં મુસ્લિમ બિરાદરો મશગુલ બન્યા છે.ઉચ્ચ તાપમાન ધરાવતા ગરમીના સમયમાં જંબુસર તાલુકાના ડાભા ગામમાં મલેક તમન્નાએ માત્ર ૭ વર્ષની દીકરી પોતાની જિંદગીનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી દેશ તેમજ સમાજ માટે ખાસ દુવાઓ કરી હતી. તમન્ના ની ખુશીમાં પરિવારજનો એ ફૂલહાર પહેરાવી બહુમાન કરવા સાથે બાળકના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ, જંબુસર 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!