વાગરા ટાઉનમાં રહેતા વીજ ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાગરા વીજ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર આજે વાગરા ટાઉન ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો સાથયિક રીતે બંધ રાખવામાં આવશે. જરૂરી મેન્ટેનન્સ અને લાઇન સમારકામની કામગીરી હાથ ધરવાની હોવાથી તંત્ર દ્વારા પાવર કટનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતવાર માહિતી મુજબ આજે બપોરે ૩:૦૦ વાગ્યાથી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી એમ કુલ બે કલાક માટે વીજ સપ્લાય બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન ફીડરના જરૂરી ટેકનિકલ મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વીજ કંપનીએ ગ્રાહકોને અપીલ કરી છે કે આ સમય દરમિયાન સહકાર આપે. લાઇન રિપેરિંગનું કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ થયા બાદ તુરંત જ વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે. ખાસ કરીને બપોરના સમયે પાવર ગુલ રહેવાનો હોવાથી ઘરવખરીના કામો તેમજ વ્યાપારી એકમોને આ સમયગાળાની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. જેથી કોઈ કામગીરી અટકે નહીં.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









