આણંદ સેવાસદનના રેવન્યુ તલાટી અને વચેટીયો રૂપિયા ૧૦ હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ ક્લેકટર કચેરીમાં ACB ત્રાટકી હતી.રૂપિયા ૧૦ હજારની લાંચ લેતા રેવન્યુ તલાટી અને વચેટીયો એસીબી ના હાથે ઝડપાઇ જવા પામ્યા હતા.જમીનમાં વારસાઈ બાબતે ના મંજુર થયેલી નોંધ બાબતે લાંચ માંગતા ACB એ આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા ગૌરવ રાજપૂત અને વચ્ચેટિયા બદરુદ્દીન મલેકને પકડી પાડી સમગ્ર પ્રકરણ માં બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ACB ની કાર્યવાહીથી લાંચ્યા સરકારી બાબુઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.આણંદ એસીબી સૂત્રો થકી પ્રાપ્ય વિગતો અનુસાર ફરિયાદી ના પિતા તથા તેમના કૌટુંબિક સભ્યોના નામે બાકરોલ ખાતે આવેલ વડીલોપાર્જીત સંયુકત માલીકીની જમીનમાં વારસાઇની નોંધ નામંજુર થયેલ જે ના-મંજુર થયેલ નોંધોની અપીલની કામગીરી કરી આપવા રેવન્યુ તલાટી ગૌરવ રાજપુતે પ્રથમ રૂ. ૧,૨૦,૦૦૦ ની લાંચની માંગણી કરેલ. જે પૈકી ગુગલ પે મારફતે રૂ.૩૦,૦૦૦ અગાઉ લઇ લીધેલ અને અપીલની કામગીરી શરુ કરવાની હોય તેમ જણાવી રૂ. ૧૦,૦૦૦ ની ફરીયાદી પાસે લાંચની માંગણી કરતા ફરીયાદીએ આ લાંચની રકમ આપવા માંગતા ન હોય આણંદ એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરીયાદ આપતા તા.૨૦ ફેબ્રુ,ના રોજ લાંચનુ છટકુ ગોઠવતા આણંદ જીલ્લા સેવાસદન કચેરીની બહાર, જાહેર રોડ પર, ચ્હાની લારી પાસે જઇ રેવન્યુ તલાટી રાજેશ રાજપૂત ના કહેવાથી બદરૂદીન શરફુભાઇ મલેક (પ્રજાજન) એ ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ. ૧૦,૦૦૦ સ્વીકારતા, બન્ને આરોપીઓને એસીબીએ દબોચી લીધા હતા.ઉલ્લેખનીય છે કે રેવન્યુ તલાટી રાજેશ રાપુત એ પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુંક આચરી ગુનો કરતા તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર પ્રકરણમાં ટ્રેપીંગ અધિકારી તરીકે પોલીસ ઇન્સ્પેકટર આણંદ એ.સી.બી.એમ.એલ.રાજપુત તથા ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે સુપરવિઝન અધિકારી તરીકેએમ.એચ.પુવાર, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ તથા ઇન્ચાર્જ અધિકારી હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ દ્વારા કામગીરી નિભાવવામાં આવી હતી

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!