આણંદ જિલ્લા પોલીસ કર્મીઓ માટે યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમા ૧૧૩ પોલીસ જવાનોની મેડિકલ તપાસ પૂર્ણ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ જિલ્લા પોલીસ કર્મીઓ માટે યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમા ૧૧૩ પોલીસ જવાનોની મેડિકલ તપાસ પૂર્ણ થઈ હતી.બાકી રહેલા પોલીસ કર્મીઓ માટે આવતા સપ્તાહે મેડિકલ તપાસ હાથ ધરાશે આણંદ જિલ્લા પોલીસ યુનિટમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કરીને ૫૦ વર્ષની ઉંમર વટાવી ચૂકેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ નો મેડિકલ ચેકઅપ કેમ્પ આણંદ ખાતેની બી એન. પટેલ પેરામેડિકલ ઇન્સ્ટિટયૂટ ખાતે રાખવામાં આવ્યો હતો.આ તબક્કે નાયબ પોલીસ અધિક્ષક જે એન પંચાલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને લાંબા સમય સુધી ફરજ બજાવવાની હોય છે.પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ફીટ રહે તથા સ્ટ્રેસ ફ્રી ફરજ બજાવી શકે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગના અધિકારી, કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આણંદ જિલ્લામાં ફરજ બજાવતા અને ૫૦ વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતા ૧૧૩ જેટલા પોલીસ કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા.ડીવાયએસપી પંચાલે વધુમાં જણાવ્યું હતું કે આજે પ્રથમ દિવસે ૧૧૩ વ્યક્તિઓની મેડિકલ તપાસ કરવાની હતી, જેની સામે ૧૧૩ ની મેડિકલ તપાસ કરવામાં આવી છે. જ્યારે બાકી રહેલ પોલીસ કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ આગામી સપ્તાહમાં કરવામાં આવશે.

ડિજિટલ યુગ ન્યૂઝ, આણંદ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!