તા.૨૬ ના રોજ શરૂ થતી બોર્ડ ની પરીક્ષા માં આણંદ જિલ્લાના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના કુલ ૫૦૯૬૬ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.વિદ્યાર્થીઓ નિર્ભય પણે, શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન કરાયું છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ આગામી તારીખ ૨૬ ફેબ્રુઆરી થી શરૂ થશે અને 18મી માર્ચના રોજ પૂર્ણ થશે.

આણંદ જિલ્લામાં જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિ દ્વારા બોર્ડની પરીક્ષા અંગે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા જિલ્લા શિક્ષણ અધિકારી અર્ચનાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગેરરીતી વિહીન, શાંતિપૂર્ણ વાતાવરણમાં, આત્મવિશ્વાસથી અને નિર્ભય પણે પરીક્ષા આપી શકે તે માટે સુચારૂ આયોજન આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યુ છે.આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષા માટે ૪૦ કેન્દ્રોમાં ૩૧૯૧૪ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે પાંચ કેન્દ્રમાં ૪૧૫૯ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૧૪૮૯૩ વિદ્યાર્થીઓ ૨૧ કેન્દ્ર ખાતે કુલ ૫૦૯૬૬ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે. આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પરીક્ષા શરૂ થવાના એક દિવસ પહેલા સવારે ૭ કલાકથી રાત્રિના ૮ કલાક સુધી જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત થશે, જેનો ફોન નંબર 02692-264153 રહેશે. તેની ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓ સંપર્ક કરીને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકશે.દિવ્યાંગ ઉમેદવારો માટે જે તે બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ બ્લોગની વ્યવસ્થા કરવામાં આવનાર છે, ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારને લહિયાની જરૂરિયાત હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે થી નિયમો અનુસાર કાર્યવાહી કરીને મેળવી શકશે.આ ઉપરાંત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન મળી રહે તથા વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવતા હોય તો સ્ટેટ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર 9909038768 અને 079-232 20538 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે તથા જીવન આસ્થા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-3330 નંબર 24×7 કાર્યરત રહેશે.
ડિજિટલ યુગ ન્યૂઝ,આણંદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









