વાગરા ખાતે બેટી બચાઓ,બેટી પઢાઓ યોજના અંતર્ગત કિશોરી મેળો યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ખાતે બેટી બચાઓ,બેટી પઢાઓ યોજના અંતર્ગત કિશોરી મેળો યોજાયો હતો.મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપવાની સાથે કિશોરીઓનું હેલ્થ ચેકઅપ પણ કરાયું હતુ.જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મિરા સાવંત અને દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી પ્રિતેશ વસાવાના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન ટીમ દ્વારા બેટી બચાઓ,બેટી પઢાઓ યોજના અંતર્ગત વાગરા આઈસીડીએસ ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.સદર કાર્યક્રમમાં કિશોરીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. DHEW ટીમ દ્વારા દીકરીઓને માસિક ધર્મ અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ અને તેમના કાનૂની અધિકારો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમની ટીમ દ્વારા હાજર રહેલી કિશોરીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ તેમને પોષણક્ષમ આહાર તથા વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન, RBSK ટીમ, DHEW, સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ભરૂચની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!