કરમસદ આણંદ મહાનગરપાલિકા એ સુવિધા નર્સિંગ હોમ તેમજ સંજીવની હોસ્પિટલને એક લાખનો દંડ ફટકાર્યો હતો.હોસ્પિટલના સંચાલકોને દિન ૧૦ માં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ રજૂ કરવા નોટીસ પણ આપવામાં આવી હતી.કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમેં આણંદ શહેરના અહિંસા ચોક પાસે આવેલ સુવિધા નર્સિંગ હોમ અને મહાવીર માર્ગ ઉપર આવેલ સંજીવની હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી.કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલના સંચાલકો પાસે હોસ્પિટલની બાંધકામ મંજૂરી,મંજૂર થયેલ પ્લાન, BU પરમિશન અને ફાયર એનઓસી અંગે ચકાસણી કરતા આ બંને હોસ્પિટલના સત્તાધીશો પાસે સક્ષમ ઓથોરિટી પાસેથી મેળવવાની ૫રમિશન ન હોવાથી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનીસીપલ કોર્પોરેશન એકટ ૧૯૪૯ ની જોગવાઈના ભંગ બદલ બંને હોસ્પિટલ ને રૂપિયા એક લાખ નો દંડ કરવામાં આવ્યો હતો.ઉપરાંત આ બંને હોસ્પિટલના સંચાલકોને દિન-૧૦ માં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવીને રજૂ કરવા જણાવાયુ છે,વધુમાં પરમિશન ન મળે ત્યાં સુધી આ બિલ્ડીંગ નો વપરાશ ન કરવા નોટીસ આપવામાં આવી છે, જો તેમ કરવામાં નહીં આવે તો કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ધી ગુજરાત પ્રોવિન્શિયલ યુનીસીપલ કોર્પોરેશન એકટ ૧૯૪૯ ની જોગવાઈના ભંગ બદલ મિલકત સીલ કરવામાં આવશે, તેમ જણાવ્યું છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,આણંદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









