જંબુસર માંથી બે કિલોથી વધુના ગાંજા સહિત રૂ.૧,૩૬ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો હતો.જ્યારે એક ફરાર થયાની માહિતી મળી રહી છે.ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ NDPS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા,”NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત એસ.ઓ.જી ની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એસ.ઓ.જી.ટીમ દ્વારા જીલ્લામાં અસરકારક પેટ્રોલીંગની કામગીરી દરમ્યાન પો.કો.વિપુલભાઇ લક્ષ્મણભાઇ ને બાતમી મળી હતી કે જંબુસર ના તલાવપુરા વિસ્તારમાં સલીમ આદમ પટેલ ના ઘરે ગાંજો છુપાયેલો છે.ચોક્કસ બાતમી આધારે પોલીસે છાપો મારતા આરોપી સલીમ આદમ પટેલ ના રહેણાંક મકાનમાંથી વનસ્પિતજન્ય ગાંજાનો જથ્થો ૨ કિલો ૭૦૫ ગ્રામ જેની કિં.રૂ. ૧,૩૫,૨૫૦/- તથા એક મોબાઇલ ફોન કિં.રૂ.૫૦૦/- તથા રોકડા રૂ.૯૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૩૬,૬૫૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી સલીમ પટેલ વિરૂધ્ધ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.એકટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જ્યારે ગુનામાં સામેલસલીમબાપુની પત્ની રહે તા.પાદરા જી.વડોદરા ને વોન્ટેડ જાહેર કરી પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, જંબુસર
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









