આગામી તારીખ ૨૬ ફેબ્રુઆરી થી શરૂ થનાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એસએસસી તથા એચએસસી પરીક્ષામા ભરૂચના ૧૪૩ પરીક્ષા કેન્દ્રો પર કુલ ૩૫૮૬૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જેમા SSC ના ૨૨૭૯૬ અને HSC સામાન્ય પ્રવાહના ૯૭૭૪ અને વિજ્ઞાન પ્રવાહના ૩૨૫૯ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.સાથે સંસ્કૃત માધ્યમના ૩૨ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. સમગ્ર પરીક્ષામાં ૧૫૩ જેટલા સરકારી પ્રતિનિધિ,૧૪૩ જેટલા સ્થળ સુપરવાઇઝર,૧૨૮૨ જેટલા ખંડ નિરીક્ષક તેમજ ૩૩૧ જેટલો પોલીસ સ્ટાફ ફરજ બજાવશે.બાળકો નિર્ભયપણે શાંત અને સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.જિલ્લા સમાહર્તા ની અધ્યક્ષતામાં તમામ એજન્સીઓ સાથે બેઠક યોજી સંકલન સાધી લેવાયું છે. જેથી પરીક્ષા સમય દરમિયાન સતત વીજ પુરવઠો ટ્રાન્સપોર્ટેશન વગેરે સુવિધાઓ અવિરત મળી રહે.પરીક્ષા દરમિયાન પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે તે માટે ટ્રાન્સપોર્ટેશન માટે રીક્ષા એસોસિએશનની મદદથી બાળકોને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવામાં આવશે.નોંધપાત્ર છે કે જેપી આર્ટસ કોલેજના હોલ ખાતે માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરીક્ષાઓમાં શાળા સલામતી સંદર્ભે નિમાયેલા નોડલ કર્મચારીઓની તાલીમ યોજાઈ હતી જેમાં ૧૫૩ જેટલા નોડલ કર્મચારીઓને બાળકો ભયમુક્ત રહી અને સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા ની શાંતિનો ભંગ ન થાય તે માટે કેવા પગલાં લેવા તે સંબંધે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.નોડલ અધિકારીઓ પરીક્ષા શરૂ થયા પહેલા અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા કેન્દ્રનો એક એક ખૂણો એક એક જગ્યા ચકાસશે,ખાસ કરીને તારીખ ૨૩ તથા ૨૪ ના રોજ તમામ પરીક્ષા કેન્દ્રો પર આપાતકાલીન પરિસ્થિતિમાં બાળકોને કઈ રીતે સહી સલામત બહાર કાઢવા તેની મોક ડ્રીલ પણ યોજાશે.આ મોક ડ્રીલ દરમિયાન શાળાની નજીકના પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના જવાનો પણ સાથે જોડાશે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









