આણંદ ના હાડગુડ ગામની દીકરી અલિઝા ફાતેમા સૈયદે જીવનનો પ્રથમ રોઝો રાખી મહત્વનો ફર્ઝ અદા કર્યો હતો.અલિઝા ફાતેમાએ જિંદગી નો પ્રથમ રોઝો રાખતા પરિવારમા ખુશહાલી ની લહેર પ્રસરી જવા પામી હતી.આ તબક્કે પરિવાર દ્વારા કુટુંબ તેમજ સ્નેહીજનોમાં મીઠાઈ ની વહેંચણી કરી આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.આ પ્રસંગે પરિજનો તેમજ સ્નેહીજનોએ બાળકીએ નાની ઉંમરે અદા કરેલ મહત્વના ફર્ઝ બદલ શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.આણંદ જિલ્લાના હાડગુડ ગામની સૈયદ અલિઝા ફાતેમાંએ ૯ વર્ષની ઉંમરે પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદા તઆલાની બંદગી કરવા સાથે ઇસ્લામ ધર્મના પાંચ ફર્ઝ પૈકીનો એક ફર્ઝ અદા કર્યો હતો.

હાલ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતા મુસ્લિમ બિરાદરો રોઝા રાખી અલ્લાહની બંદગી કરી રબને રિઝવવાના પ્રયાસોમાં વ્યસ્ત છે.ત્યારે હાડગુડ ગામના સૈયદ અમજદ અલી ની દીકરી સૈયદ અલિઝા ફાતેમાએ ૯ વર્ષની નાની ઉંમરે પોતાના જીવનનો પ્રથમ રોઝો રાખી અલ્લાહની બંદગી ગુજારી હતી.નન્હી મુન્નીએ પોતાના જીવનનો પ્રથમ રોઝો રાખી અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બનવા પામી હતી.
ડિજિટલ યુગ ન્યૂઝ, આણંદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









