વાગરા ના ત્રાંકલ ગામે મહિલાને જાતિ વિષયક અપશબ્દો બોલનાર વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ના ત્રાંકલ ગામે મહિલાને જાતિ વિષયક અપશબ્દો બોલનાર વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો હતો.બનાવ અંગે પ્રાપ્ય વિગતો મુજબ કતારીખ ૧ ફેબ્રુ,ના રોજ માયાબેન કાલિદાસ વસાવાના મોટાભાઇ વિરેન્દ્ર તેમના ગામના સુરેન્દ્રસિંહ છત્રસિંહ યાદવ સાથે જઇ દારૂનો નશો કરીને હરદીપ સિંહ સુરેન્દ્ર સિંહ યાદવના ઘરે ગયા હતા. જેથી રાતના સાડા નવેક વાગ્યે માયાબેન કાલિદાસ વસાવા તથા તેમની માતા કોકીલાબેન સુરેન્દ્રસિંહના ઘરે જતા હતા.તે વખતે સુરેન્દ્રસિંહના ઘરની બહાર તેમની પત્ની સાથે બોલાચાલી કરતા હતા તે વખતે હરદીપ સિંહે આવી માયાબેન કાલિદાસ વસાવાને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. તેમજ કોકીલાબેનને બન્ને ગાલ ઉપર તમાચા મારી કહેલ કે “તમે ભીલા થઈને અહી આવો છો તમારી ઓકાત શુ છે” તેવા જાતી વિષયક અપમાનીત શબ્દો બોલી લાકડાનો સપાટો લઈ આવી કોકીલાબેનને મારવા લાગેલ.વધુમાં કલેક્ટર ભરૂચના જાહેરનામાનો ભંગ કરવા બાબતે વાગરા પોલીસ સ્ટેશને બીએનએસ-૨૦૨૩ ની કલમ-૧૧૫(૨) જી.પી.એક્ટ કલમ -૧૩૫, એટ્રોસીટી એક્ટ કલમ-૩(૧)(આર),૩(૧) (એસ), ૩(૨)(va) મુજબનો ગુનો નોંધાયો છે.ગુના સબબ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!