આણંદ જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને પ્રેક્ટિસ પેપરનું આયોજન કરાયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને પ્રેક્ટિસ પેપરનું આયોજન કરાયું છે.આણંદ જિલ્લામાં આગામી માર્ચ ૨૦૨૬ માં યોજાનાર ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પેપર લખવામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી દ્વારા જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે પ્રેક્ટિસ પેપરનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રેક્ટિસ પેપરના આયોજન અંતર્ગત દરેક શાળાઓ ખાતે જ્યાં વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય તે જ શાળા ખાતે પ્રેક્ટિસ પેપર લેખનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે કામગીરી પરીક્ષા શરૂ થાય તે પહેલાં ના દિવસો સુધી ચાલુ રહેશે. જેનું મોનિટરિંગ જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ નિરીક્ષક, આચાર્ય, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો દ્વારા કરવામાં આવશે.જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી એ જણાવ્યું હતું કે શાળાકીય દ્વિતીય અને પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડના વિદ્યાર્થીઓને રજા ન આપતા શાળામાં જ પ્રેક્ટિસ પેપરનું આયોજન કરીને સમગ્ર આણંદ જિલ્લાનું પરિણામ બોર્ડમાં વધુ આવે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તેમને પરીક્ષા ખંડનો ડર દૂર થાય, કઈ કઈ વસ્તુઓ પરીક્ષા ખંડમાં ન લઈ જઈ શકાય, તેમ જ પેપર લખવાનો મહાવરો થવાથી બોર્ડની પરીક્ષા વખતે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે તેનો મુખ્ય હેતુ છે.નોંધપાત્ર છે કે આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ તેમજ ૧૨ ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલો ખાતે ચાલુ કરવામાં આવેલ પ્રેક્ટિસ પેપરના આયોજનમાં ઉપસ્થિત રહીને બોર્ડની પરીક્ષામાં કઈ રીતે પેપર લખી શકાય તે અંગેનું માર્ગદર્શન મેળવી શકશે.

 

Loading Viewer...

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!