સુરત ટ્રાફીક પોલીસ કર્મચારીને જાહેરમા ગાળો આપી માર મારનારની ઉધના પોલીસે કરી ધરપકડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત શહેર ટ્રાફીક પોલીસ કર્મચારીને જાહેરમા ગાળો આપી માર મારનારની ઉધના પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.સુરત શહેરમાં ટ્રાફીકના કર્મચારી વિરુધ્ધમાં ગેરકાયદેસર વર્તન કરનાર આરોપી વિરુધ્ધમાં તાત્કાલીક પગલા લઈ પોલીસે દાદાગીરી કરનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા.૩૧ જાન્યુ,ના રોજ પોલીસ કર્મચારી ક્રેન-૧૧ મા કેન ઇન્ચાર્જ તરીકે ફરજ પર હાજર હતા તે દરમ્યાન ઉધના સાઉથ ઝોન સિલીકોન પાઝાની સામે જાહેર રોડ ઉપર એક ફોર વ્હીલ આઇ-૧૦ ગાડી નં.જીજે ૦૫ જે એન ૭૨૦૫ ના માલીક સુનીલ ચંપકભાઈ મિસ્ત્રી રહે.ખરવાસાગામ બ્રાહ્મણ ફળિયુ સચીન સુરત દ્વારા ફરજ પરના પોલીસ કર્મચારી સાથે ગાળાગાળી કરી જાહેરમા અપમાનિત કરી, ઢીકમુક્કીનો માર મારી, પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી.જે અંગે આરોપી વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઉધના પોલીસે ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ.૧૨૧(૧), ૨૨૧,૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૨ મુજબ ગુન્હો નોંધી આરોપી ની ધરપકડ કરી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ, સુરત 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!