કાશ્મીર ખાતે યોજાયેલ આઈસસ્ટોક ચેમ્પિયનશિપમાં તન્મય વસાવાએ ૩ મેડલ જીતી ભરૂચને રાષ્ટ્રીય ફલક પર ગૌરવ અપાવ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના તન્મય વસાવાએ આઈસસ્ટોક ચેમ્પિયનશિપમાં ૩ મેડલ જીતી રાષ્ટ્રીય ફલક પર ગૌરવ અપાવ્યું હતું.ગ્રામીણ વિસ્તારની પ્રતિભાએ વિદેશી રમત ગણાતી આઈસસ્ટોકમાં ડંકો વગાડતા કાશ્મીરના ગુલમર્ગમાં ૧૨મી નેશનલ આઈસસ્ટોક ચેમ્પિયનશિપમાં ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ મેળવી રાજ્યને ગૌરવ અપાવ્યું હતું. કહેવાય છે કે “અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી”, આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે ભરૂચ જિલ્લાના થવા ગામના આદિવાસી યુવા ૨૦ વર્ષિય રમતવીર તન્મય વસાવાએ. ભારતના કાશ્મીર ખાતે માઈનસ ડિગ્રી તાપમાનમાં, ગુલમર્ગની બરફીલી આઈસ રિંક પર રમાયેલી 12th National Icestock Championship માં તન્મયે પોતાની ક્ષમતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાતને 3 મેડલ્સ અપાવ્યા છે.

કાશ્મીરના બરફીલા મેદાનોમાં યોજાયેલી ૧૨મી નેશનલ આઈસસ્ટોક ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના તાલુકાના થવા ગામના યુવા ખેલાડી તન્મય વસાવાએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત અને ભરૂચ જિલ્લાનું નામ રાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે.ગત સપ્તાહમાં ૨૩ થી ૨૫ જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આઈસ રિંક ખાતે પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશના ૧૫થી વધુ રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. અત્યંત કપરી અને પડકારજનક પરિસ્થિતિમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા તન્મય વસાવાએ અદ્ભુત રમતનું પ્રદર્શન કર્યું હતું. તન્મય વસાવાનું દબાણભર્યા પરિસ્થિતિમાં દર્શાવેલું શાંત અને સ્થિર પ્રદર્શન રાજ્ય માટે અત્યંત ઉપયોગી સાબિત થયું હતું. તેણે પોતાની એકાગ્રતા જાળવી રાખીને ટીમ ટીમ ટાર્ગેટ, ઇન્ડિવિઝયુઅલ ડિસ્ટન્સ તેમજ ગેમ ઇવેન્ટ, જેવી ઈવેન્ટમાં ૨ સુવર્ણ અને ૧ રજત પદક પોતાના નામે કર્યા હતા.ભરૂચના એક અંતરિયાળ ગામમાંથી આવીને રાષ્ટ્રીય કક્ષાએ બરફ પર રમાતી રમત ‘આઈસસ્ટોક’માં મેડલ્સ મેળવવા એ તન્મયની સખત મહેનત અને સમર્પણનું પરિણામ છે. તેની આ સિદ્ધિ બદલ તેના વતન થવા ગામ, ભરૂચ જિલ્લો અને પી.પી. સવાણી યુનિવર્સિટી પરિવારમાં હર્ષની લાગણી છવાઈ છે. આ સફળતા બદલ તન્મય વસાવા પર ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. આ તકે, આઈસસ્ટોક સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાતના સેક્રેટરી રંજન વસાવા તેમજ ગુજરાત રાજયના આઈસસ્ટોક હેડ કોચ વિકાસ વર્માએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેની આ સિદ્ધિ આગામી સમયમાં ગ્રામીણ ક્ષેત્રના અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે. નોંધનિય છે કે, તન્મય વસાવા એ જ “આઈસ ગર્લ”થી ઓળખાતી દ્રષ્ટિ વસાવાનો નાનો ભાઈ છે. જેણે આપણા ગુજરાત રાજ્યમાં આઈસસ્ટોક રમતને જાણીતી કરી. આ જ આદિવાસી દિકરીએ ટ્રાઇબલ

વિસ્તારથી લઈ વર્લ્ડ ચેમ્પિયનશીપ સુધીની સફર કરી દેશની કરોડો દિકરીઓને પ્રેરણા પૂરી પાડીને માઈલસ્ટોન બની હતી. તેણે જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલ નેશનલ આઇસસ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં સતત ત્રણ વખત ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાના થવા ગામની દ્રષ્ટિ વસાવાએ ગુજરાત અને ભારતને વિશ્વના ફલક પર ગૌરવ અપાવ્યું હતું.ગુજરાતમાંથી મોરબી, સુરત, ભરૂચના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતના અન્ય ૧૫ જેટલા રાજ્યોમાં ગુજરાત રાજ્યએ સૌથી વધુ ૪૦ જેટલા મેડલ મેળવી મોખરાનું સ્થાન મેળવ્યું છે. જેમાંથી પી.પી. સવાણી યુનિવર્સિટીના રમતવીરોએ ૨૧ મેડલ્સ મેળવી ગુજરાતની જીતમાં સિંહફાળો આપ્યો છે. તન્મય વસાવા પી.પી. સવાણી યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે.

(સૈયદ અમજદ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!