વાગરા ના સાયખા કેમિકલ ઝોનમાં પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા જાહેર માર્ગો રંગીન બન્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ના સાયખા કેમિકલ ઝોનમાં પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા જાહેર માર્ગો પર કેમિકલયુક્ત પાણી પ્રસરતા માર્ગો રંગીન બન્યા હતા.તો રંગીન પાણી ને લઈને તંત્રએ લુલો બચાવ કરવાની કોશિશ કરી હતી.

ઔદ્યોગિક હબ ગણાતી વાગરાની સાયખા GIDC માં પ્રશાસનની નઘરોળ નીતિ અને આડેધડ ખોદકામને કારણે માર્ગો પર કેમિકલ મિશ્રિત પાણી પ્રસર્યું હતું.જય કેમિકલ ચોકડી નજીક રોડની બાજુમાં તેમજ જાહેર માર્ગો પર અચાનક વાદળી રંગનું પાણી વહેતા આસપાસના લોકોમાં ભારે કુતૂહલ ની સાથે ફફડાટ વ્યાપી ગયો હતો. સાયખા GIDC વિભાગ દ્વારા નવા નેટવર્ક માટે પાઈપલાઈન બિછાવવાની કામગીરી ચાલી રહી છે. જેસીબી મશીન વડે થઈ રહેલા ખોદકામ દરમિયાન ચાલક કે સુપરવાઈઝરની ક્ષતિને કારણે CETPની લાઈનમાં મોટું ભંગાણ પડ્યું હતું.

આ ભંગાણને કારણે હજારો ગેલન કલરયુક્ત પાણી જોતજોતામાં રસ્તા પર ફરી વળ્યું હતું. વાહનોની અવરજવર ધરાવતા માર્ગ પર કલરયુક્ત પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.ઘટનાની જાણ થતા જ GIDC ના અધિકારીઓ કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા. અને પાણીના નિકાલ માટે પંપિંગ શરૂ કરાવ્યું હતું. જોકે, મીડિયા અને સ્થાનિક લોકોએ દૂષિત પાણી અંગે સવાલ કર્યા ત્યારે અધિકારીએ અત્યંત હાસ્યાસ્પદ જવાબ આપતા કહ્યું કે, આ માત્ર કલરવાળું પાણી છે, કેમિકલ નથી, અમે તેની ખરાઈ કરી છે. ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે શું CETP ની લાઈનમાં ઉદ્યોગો શુદ્ધ રંગીન પાણી વહાવે છે, પ્રદૂષિત પાણીને શુદ્ધ બતાવવાનો સરકારી અધિકારીઓ નો આ પ્રયાસ ઉદ્યોગોના પાપ પર પડદો નાખવા સમાન છે. સૌથી ચોંકાવનારી બાબત એ જોવા મળી હતી કે, જે કામદારો આ કલરયુક્ત પાણીના નિકાલની પ્રક્રિયામાં લાગ્યા હતા, તેઓ કોઈપણ પ્રકારના સેફ્ટી શૂઝ, ગ્લવ્ઝ કે માસ્ક વગર સીધા એ જોખમી પાણીના સંપર્કમાં રહી ને કાર્યરત હતા. અધિકારીઓની હાજરીમાં જ કામદારોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા જોવા મળ્યા હતા.જેને પગલે અધિકારીઓ ની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉપસ્થિત થયા છે.

 

Loading Viewer...

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!