ઝઘડિયાના પત્રકાર પર હુમલાના વિરોધમાં પત્રકારોનું કલેક્ટરને આવેદન :: હુમલાખોર વિરુદ્ધ પાસા ની કાર્યવાહી કરવા માંગ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઝઘડિયાના પત્રકાર પર રેત માફિયાએ કરેલા હીચકારા હુમલાના વિરોધમાં પત્રકારોએ કલેક્ટરને આવેદન પાઠવી હુમલાખોર વિરુદ્ધ પાસા ની કાર્યવાહી કરવા માંગ કરી હતી.ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પત્રકાર જયશીલભાઇ પટેલ પર રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાં નાવડી અને મશિનના ઉપયોગથી રેતી કાઢવાની પ્રવૃત્તિ કરતા ગોવાલી ગામના દેવાંગ પાટણવાડીયા નામના ઇસમે હુમલો કરતા તે બાબતે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નંધાવવામાં આવી હતી.દરમિયાન પત્રકારોએ ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન સુપ્રત કરી પત્રકાર પર હુમલો કરનાર રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલો ઇશ્વરભાઇ પાટણવાડીયા પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

વધુમાં જણાવાયું હતું કે સદર ઇસમ દેવાંગ પાટણવાડીયા પર અગાઉ પણ ભુસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી,તેમજ મહિલા પર દુષ્કર્મના ગુનામાં સજા પણ થઇ હતી.આવેદનપત્ર આપવા ઝઘડિયાના પત્રકારો સાથે ભરૂચ જિલ્લાના અન્ય પત્રકારો પણ જોડાયા હતા.જેઓએ પત્રકાર પરના હુમલાનો વિરોધ કરી હુમલાખોર પર તાકીદે કડક પગલા ભરાય તેવી માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાણીપુરા ગામ નજીક પત્રકાર જયશીલ પટેલ પર હુમલો કરવાની ઘટના બની તે સમયે ઘટના સ્થળે કેટલાક અધિકારીઓ પણ ઉપસ્થિત હતા છતાં તેમની હાજરીમાં પણ એક રેતી માફિયાએ પત્રકાર પર હુમલો કર્યો તે બાબત પણ આશ્ચર્યજનક છે.પત્રકાર પર હુમલો કરનાર ઇસમ અગાઉ પણ કેટલાક ગુનાઓમાં સંડોવાયેલ હોઇ આ વાત તેની ગુનાહિત માનસિકતા છતી કરે છે,છતાં સ્થાનિક પોલીસ દ્વારા આ લખાય છે ત્યાં સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. તે બાબતે પણ પોલીસ ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

પત્રકારો દ્વારા ઝઘડિયા નાયબ પોલીસ અધિક્ષક,ઝઘડિયા પ્રાન્ત અધિકારી તેમજ ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આવેદનની નકલ આપીને તાકીદે આરોપીને ઝડપી લઇ તેના વિરૂધ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગણી કરવામા આવી હતી.

ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી બેરોકટોક ખનિજ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જગજાહેર છે. તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી મોટાપાયે રેતી ઉલેચવાનું કામ ચાલી રહ્યું છે,નદીમાં નાવડી મુકીને મશિન અને પાઇપ દ્વારા રેતી કાઢવું ગેરકાયદેસર હોવા છતાં તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયા બેફામ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે,ત્યારે ઝઘડિયા તાલુકાના પત્રકાર દ્વારા રેત માફિયા વિરૂધ્ધ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવતા રેત માફિયા દ્વારા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને ભરૂચ જિલ્લાના પત્રકારોએ એકી શુરે વખોડી કાઢી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!