સેવાલિયાની શ્રી સી.પી.પટેલ હાઇસ્કૂલની કેબીનેટ મંત્રી રમણ સોલંકી એ શુભેચ્છા મુલાકાત લીધી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સેવાલિયાની શ્રી સી.પી.પટેલ હાઇસ્કૂલની કેબીનેટ મંત્રી રમણ સોલંકી એ શુભેચ્છા મુલાકાત લીધી હતી.ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા બજાર સ્થિત શ્રેયસ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી સી.પી.પટેલ હાઇસ્કૂલ ખાતે તા.૨૬મી જાન્યુઆરી ના રોજ ૭૭ માં પ્રજાસતાક પર્વ નિમિત્તે અનેક મહાનુભાવોએ શાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.જેમાં ગુજરાત સરકારના ખાદ્ય,નાગરિક પુરવઠો અને ગ્રાહક વ્યવહાર વિભાગના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી તેમજ ઠાસરના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, ગળતેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ નિરવભાઈ ઉપાધ્યાય તથા અન્ય હોદેદારો વિનુભાઈ,નીતીનભાઈ, યોગેશભાઈ તેમજ ગળતેશ્વર તાલુકાના મામલતદારનો સમાવેશ થાય છે.ઉપસ્થિત તમામ મહેમાનોનું શાળાના ટ્રસ્ટી તથા સંકેત ઇન્ડિયા આણંદના માલિક ડી. સી. પટેલ તથા શાળાના આચાર્ય જે.એ.મહીડા દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તબક્કે કેબીનેટ મંત્રીએ શાળા પરિસરનું નિરિક્ષણ કર્યું હતું. જેમાં વર્ગખંડો, પુસ્તકાલય, કમ્પ્યુટર લેબ તેમજ પ્રયોગશાળા સહિતની શૈક્ષણિક સુવિધાઓ નિહાળીને આનંદ અને ઉત્સાહ વ્યકત કર્યો હતો.શાળા મુલાકાતથી પ્રભાવિત થયેલ રમણ સોલંકીએ શાળાના ટ્રસ્ટી ડી.સી.પટેલને ધન્યવાદ આપવા સાથે જણાવ્યું હતું કે ‘સમાજમાં સમાજને માટે તથા વતન માટે પોતાના ધનને શિક્ષણ ક્ષેત્રમાં સમર્પિત કરનારા વિરલ વ્યક્તિઓ બહુ ઓછા હોય છે. જેમાંના તમે ખરેખર એક વિરલ વ્યક્તિ છો’.કેબીનેટ મંત્રી એ જેમની સ્મૃતિમાં શાળાનું નિર્માણ કરાયું હતું તેવા સ્વ.ચુનીકાકાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.મોંઘેરા મહેમાનોની શાળા મુલાકાતથી વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સમગ્ર શાળા પરિવારને અનેરો ઉત્સાહ અને પ્રેરણા પ્રાપ્ત થઈ હતી.શાળાના વિકાસ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા બદલ મહેમાનોએ શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે સમગ્ર શાળા પરિવારે ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

 

Loading Viewer...

 

(યાસીન શેખ,અંગાડી)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!