બિરલા ગ્રાસીમ કંપનીના કોન્ટ્રાકટ કર્મીએ વિલાયત સ્થિત રૂમ પર નાયલોન ની દોરી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

બનાવ અંગે સૂત્રો થકી મળેલ માહિતી અનુસાર આદિત્ય બીરલા ગ્રાસીમ કંપનીના કેમિકલ ડિવિઝનમા ગીરવાન ઇન્ડસ્ટ્રીઝ નામના પાઇપીંગના કોન્ટ્રાક્ટમા હેલ્પર તરીકે છેલ્લા છ મહીનાથી કામ કરતા પવન રજ્જનપ્રસાદ વર્મા ઉ.વ.૨૨ રહે,ભૌસરા નરોત્તમ (લલીતપુર), તા. મન્ડાખાસ જી.ઈલાહાબાદ (ઉત્તરપ્રદેશ) એ વિલાયત ગામેં આવેલ ચતુરદાસની ખડકી માં રૂમ પર લોખંડની એંગલ સાથે કપડા સુકવવાની નાઇલોનની દોરી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવ બાબતે નરેન્દ્ર સિંગ ઉદયસીંગે વાગરા પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે લાશનો કબજો મેળવી વાગરા સરકારી દવાખાને પી.એમ.અર્થે લાશને ખસેડી આગળ ની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે પવન ને છાતીમા દુ:ખાવો થતા તે નોકરી પર ગયો ન હતો અને રૂમ પર રોકાઈ ગયો હતો.નોકરી પૂર્ણ કરી મૃતકના બનેવી રૂમ પર પરત આવતા તે વખતે થોડીવાર રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો ન ખોલતા કોન્ટ્રાક્ટમા કામ કરતા અન્ય મજુરો પણ ત્યા આવી પહોંચ્યા હતા.જેમણે દરવાજાને તોડી અને અંદર પ્રવેશતા પવન લટકતો નજરે પડ્યો હતો.જેથી હાજર લોકોએ નાઇલોનની દોરીને કાપીને પવનને નિચે ઉતારીને જોતા પવન મૃત હાલતમાં જણાયો હતો.જેથી કોન્ટ્રાક્ટના માલીક વિશ્વપ્રતાપ સિંગ તથા રૂમ માલીક મહેશભાઇ પટેલ ને ફોન કરી આ બાબતે જાણ કરવામાં આવી હતી.
Loading Viewer...
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









