ભરૂચમ :: જાહેરમાં ખુલ્લી તલવાર લઈ દાદાગીરી કરનારને પોલીસે પાઠ ભણાવ્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચમ શહેરમાં જાહેરમાં ખુલ્લી તલવાર લઈ દાદાગીરી કરનારને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો.એ ડિવિઝન પોલીસે વિડોયો માં તલવાર સાથે દેખાતા સક્ષ ને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.જાહેરમાં ખુલ્લા હથિયાર સાથે અપશબ્દો બોલતા ઇસમની કરતૂતો થી ભયનું વાતાવરણ સર્જાયું હતું.

ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા લુખ્ખા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.પોલીસે તલવાર સાથે લુખ્ખાગિરી કરતા યુવકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ભરૂચ શહેરના ત્રિમૂર્તિ હોલ નજીક શક્તિનાથ સ્થિત સાબુગઢ પાસે નશાની હાલતમાં એક યુવક જાહેર માર્ગ પર ખુલ્લી તલવાર લઈને ગુંડાગીરી કરતો હોવાની ગંભીર ઘટના સામે આવી હતી.નશાખોર યુવક જાહેરમાં અપશબ્દો બોલતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.જાહેર માર્ગ પર ખુલ્લી તલવાર સાથે લુખ્ખી દાદાગીરીની ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ મામલો વધુ ગંભીર બન્યો હતો. કાયદો હાથમાં લેવાની કોશિશ કરનાર તત્વો સામે પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.

મામલાની જાણ થતા જ ભરૂચ એ ડિવિઝન પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને નશાખોર યુવક નિલેષ અમરસિંગ રાઠોડને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી.એ ડિવિઝન પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદો-વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરનાર તેમજ શહેરની શાંતિ અને સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારના ચેંડાને ચલાવી લેવામાં નહિ આવે.

ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!