વાગરા પોલીસના બે જવાનોનું જિલ્લા કક્ષાએ સન્માન કરવામાં આવ્યું હતું, અંકલેશ્વર ના પેટ્રોલ પમ્પ પર ૩૦ વર્ષ અગાઉ ધાડ અને લૂંટ કરી નાસતા-ફરતા લૂંટારુઓને પકડી પાડવા બદલ ભોપાભાઈ અને વિપુલભાઈ ને સન્માનિત કરાયા હતા.ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ તેમજ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા દ્વારા પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

વધુમાં બંને પોલીસ કર્મી ભવિષ્યમાં પણ આ પ્રકારે કામગીરી કરતા રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. ૭૭માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આમોદ ખાતે કરવામાં આવી હતી.જ્યાં વાગરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ તથા વિપુલભાઈ મનુભાઈને તેમની વિશિષ્ટ કામગીરી બદલ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈનું અગાઉ પણ અનેક વખત જટિલ ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વનું યોગદાન બદલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું,પોલીસ જવાનોના સન્માન થી વાગરા પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સિદ્ધિ બદલ બંને પોલીસ કર્મચારીઓ ને ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા









