દેશના ૭૭મા પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે આજે સમગ્ર વાગરા પંથકમાં રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો, જે અંતર્ગત વાગરા કોર્ટ પરિસરમાં પણ આન-બાન-શાન સાથે રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ગરિમાપૂર્ણ સમારોહમાં વાગરાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સોઢા પરમારના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી. ધ્વજવંદનના આ કાર્યક્રમમાં મેજિસ્ટ્રેટશ્રીએ ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી બંધારણીય મૂલ્યોનું જતન કરવાની પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે વરિષ્ઠ વકીલ મિત્રો તેમજ કોર્ટના તમામ સ્ટાફ ગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોર્ટ પરિસરમાં દેશભક્તિના નારા અને રાષ્ટ્રગાનના ગુંજારવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વકીલ મંડળ અને કોર્ટ સ્ટાફની હાજરીમાં યોજાયેલ આ શિસ્તબદ્ધ કાર્યક્રમે રાષ્ટ્રીય એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા









