ત્રાલસા શ્રીમતી એમ ઝેડ પટેલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે ગણતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ત્રાલસા શ્રીમતી એમ ઝેડ પટેલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે ગણતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.દેશભક્તિના માહોલમાં સંસ્થામાં તિરંગો ફરકાવાયો હતો.ભારતભરમાં ૭૭ મા ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામની શૈક્ષણિક સંસ્થા શ્રીમતી એમ ઝેડ પટેલ સરસ્વતી વિદ્યામંદિર માં પણ રાષ્ટ્રીય પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ગામની વિવિધ શૈક્ષણિક અને સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજી ગરિમાપૂર્ણ રીતે તિરંગો લહેરાવી સલામી આપવામાં આવી હતી.આ પ્રસંગે શાળાઓના વિદ્યાર્થીઓ ધ્વારા દેશભક્તિ ને લગતાં ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ તબક્કે ત્રાલસા ગામના પ્રથમ મહિલા નાગરિક જાગૃતિબેન પરમાર, સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ , મંત્રી તેમજ ટ્રસ્ટી મંડળ તેમજ ગામજનો અને મોટી સંખ્યામાં વાલી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રધ્વજને વંદન કરી રાષ્ટ્રગાન સાથે દેશના સ્વાતંત્ર્ય સેનાની ઓને યાદ કરવામાં આવ્યા હતા. લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી..રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળાના વર્ષ – ૨૦૨૪-૨૫ ના વર્ષના પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબરના તેજસ્વી તારલાઓને સીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય પર્વમાં ઉપસ્થિત મહેમાનોનું આભાર દર્શન શિક્ષક નીલમબેન ધ્વારા કરાયું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન કે જી વિભાગના શિક્ષક નિશાબેન અને સંગીતાબેન ધ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યું હતું.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!