ભરૂચ જિલ્લામાં તા.૨૮ ને બુધવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર થકી પ્રખરતા શોધ કસોટી (TST) પરિક્ષા યોજાનાર હોવાની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ભરૂચ મારફતે પ્રાપ્ત થવા પામી છે.

તા.૨૮ ને બુધવારનાં રોજ ધોરણ-૯ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં સમગ્ર રાજયમાં પ્રથમ આવનાર ૧૦૦૦ વિદ્યાર્થીઓને મેરીટ મુજબ દર વર્ષે રૂપિયા ૧૨૦૦૦(બાર હજાર), ધોરણ ૯ થી ૧૨ અભ્યાસ કરે ત્યાં સુધી સરકારના નિયમોનુસાર શિષ્યવૃત્તિ અભ્યાસમાં સહાય મળવાપાત્ર છે.જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચના અધ્યક્ષ સ્થાને યોજાનાર સદર પરીક્ષા જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના કુલ ૧૦ દસ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. પરીક્ષામાં કુલ ૮૬ બ્લોકમાં, ૨૫૬૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપનાર છે.ઉલ્લેખનીય છે કે પરીક્ષા દરમિયાન ૮૨ વર્ગો, ૧૦ કેન્દ્રસંચાલક, પરીક્ષા કારકુન ૧૦, ખંડ નિરીક્ષક ૮૬, સુપરવાઈઝર ૧૦ અને ૧૯ જેટલાં કર્મચારીઓ સેવક તરીકેની કામગીરી નિભાવશે.પરીક્ષા કેન્દ્રની આસપાસ ૧૦૦ મીટરમાં આવેલ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા માટે કલેક્ટર દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









